હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
વઘાસીયા ટોલકાના નજીક બે બાઇક અથડાતાં હસનપરના સતાભાઇનું મોત
વૃધ્ધ વાંકાનેરથી પરત ફરતાં હતાં ત્યારે બનાવઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૭: વાંકાનેરના હસનપર ગામે રહેતાં વૃધ્ધનું વઘાસીયા ટોલનાકા પાસે બાઇક અકસ્માતમાં મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ હસનપર રહેતાં સતાભાઇ પાંચાભાઇ મુંધવા (ઉ.વ.૭૦) ગઇકાલે મોટરસાઇકલ હંકારી વાંકાનેર કામ માટે ગયા હતાં. ત્યાંથી પરત પોતાના ગામ હસનપર આવી રહ્યા હતાં તે વખતે રસતામાં વાંકાનેર-મોરબી હાઇવે પર વઘાસીયા ટોલનાકા પાસે તેમના બાઇક સાથે બીજુ બાઇક અથડાતાં પોતે ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર સતાભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાંઉ સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
