હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ જીલ્લામાં જુગારના પાટલા ધમધમ્યાઃ ૯ દરોડોમાં પ૯ શખ્સો પતા ટીચતા પકડાયા
પડધરીના વચલી ઘોડી ગામે ૭, ગોંડલમાં બે દરોડામાં ૧૧, દેરડી કુંભાજી ગામે બે દરોડોમાં ૧પ, જસદણમાં ૭, કોઠી ગામે ૬, બાખલવડ ગામે ૮ અને કોટડા સાંગાણીના કરમાળ પીપળીયા ગામે જૂગાર રમતા પ પતાપ્રેમી પકડાયા

રાજકોટ તા. ૧૭ :.. જીલ્લામાં જૂગારના હાટડા ધમધમ્યા હોય તેમ અલગ અલગ ૯ દરોડામાં પ૯ શખ્સો પતા ટીંચતા પોલીસની ઝપટે ચડી ગયા હતાં.
પ્રથમ દરોડામાં પડધરી પોલીસે વચલીઘોડી ગામની સીમ વિસ્તારમાં જોરીયુ તરીકે ઓળખાતી સીમમાં રેઇડ કરી જૂગાર રમતા (૧) વશરામ રામજીભાઇ ભાલોડીયા, રહે. જગામેડી ગામ તા. જી. જામનગર, (ર) સહદેવસિંહ ચંદ્રેશા જાડેજા ધંધો ખેતી રહે. પડધરી રેલ્વે સ્ટેશનની બાજુમાં (૩) પ્રતાપસિંહ બહાદુરસિંહ જાડેજા,જેઠાભાઇ રહે. વચલીઘોડી ગામ, (૪) વિક્રમ જેઠાભાઇ બસીયા રહે. એરીફેશન બંગલા પાસે મીતાણા તા. ટંકારા (પ) દિનેશ બેચરભાઇ બોડા રહે. અનિ હોટલ સામે ભવ્ય ગ્રીન સોસાયટી ધ્રોલ, (૬) નારણ ટપુભાઇ ગડારા રહે. વાકીયા તા. ધ્રોલ, તથા (૭) ઇકબાલ નુરમહમદભાઇ દોઢીયા રહે. કુંભનાથપરા કાલાવાડ ને રોકડા રૂા. ૪૩,૧૦૦ તથા એક મોબાઇલ મળી કુલ રૂા. ૪૩,૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.
બીજા દરોડામાં ગોંડલ સીટી પોલીસે કંટોલીયા રોડ સ્મશાન પાસે મયુર રવજીભાઇ રૈયાણીની વાડી પાસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) મયુર રવજીભાઇ રૈયાણી રહે. ભોજરાજપરા શેરી નં. ૭ ગોંડલ (ર) સંજય રમેશભાઇ ધડુક રહે. રામોદ તા. કોટડા સંગાણી (૩) અશ્વિન નાગજીભાઇ ભુત, રહે. રામોદ (૪) જગદીશ વિઠલભાઇ પડાલીયા ધંધો રહે. રામોદ તથા (પ) ભાવેશ દેવશીભાઇ કોટડીયા, રહે. ભોજરાજપરા શેરી નં. ૭ ગોંડલને રોકડા રૂા. ૩ર૩૯૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજા દરોડામાં ગોંડલ બી ડીવીઝન પોલીસે આશાપુરા ચોકડી નજીક ખોડીયાર હોટલની સામેની બાજુના કારખાના વિસ્તારમાં આવતા શહેરીમાં રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) મુકેશ માવજીભાઇ વિરડીયા ધંધો વેપાર રહે. ગોંડલ યોગીનગર શેરી નં. ૮ (ર) વિમલ પરસોતમભાઇ કોટડીયા ધંધો વેપાર રહે. ગોંડલ ભોજરાજપરા શેરી નં. ર૪-૧૩ ગોંડલ (૩) ભરત રામજીભાઇ કટકીયા ધંધો મજૂરી રહે. ગોંડલ ભોજરાજપરા શેરી નં. ૩૧ (૪) જયેશ ભીખાભાઇ મકવાણા ધંધો વેપાર રહે. મોટી બજાર સંઘાણી શેરી તથા (પ) મીતેશ પ્રવિણભાઇ કાનાબાર ધંધો ફેબ્રીકેશન રહે. ગોંડલ ભોજરાજપરા શેરી નં. ર૪ ગોંડલ ને રોકડા રૂા. રપ,૭૪૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
ચોથા દરોડામાં સુલતાનપુર પોલીસે દેરડી કુંભાજી વનરાવન સોસાયટીમાં શેરી માં રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) રમેશ બચુભાઇ સોલંકી ધંધો મજૂરી, (ર) રોહીત કેશુભાઇ સોલંકી ધંધો મજૂરી, (૩) અશોક પ્રાગજીભાઇ સોલંકી ધંધો મજૂરી, (૪) હરેશ ડુંગરભાઇ સોલંકી ધંધો મજૂરી, તથા (પ) સુરેશ કેશુભાઇ સોલંકી ધંધો મજૂરી રહે. બધા દેરડીકુંભાજી વનરાવન સોસાયટી તા. ગોંડલ ને રોકડા રૂા. ૧રર૯૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
પાંચમાં દરોડામાં સુલતાનપુર પોલીસે દેરડી કુંભાજી ગામે હાઇસ્કુલ સામે પટેલ ફર્નીચર નામની દુકાનમાં રેઇડ કરી જૂગાર રમતા (૧) ગીરીશ તુલસીભાઇ (ર) અનક ભાણાભાઇ ખુમાણ, (૩) રોહીત ઉર્ફે જીગાભાઇ મનુભાઇ વામજા (૪) નરેશ અમરશીભાઇ સેખલીયા (પ) રજની નટુભાઇ સાંગાણી (૬) કેતન મનસુખભાઇ રાછડીયા, (૭) ઉદય નાનુભાઇ પરમાર (૮) નિલેશ ચંદુભાઇ સરવૈયા (૯) ભદ્રેશ ધીરૂભાઇ ગોંડલીયા ત્થા (૧૦) ઉત્તમ રાજેશભાઇ સાંગાણી રહે. બધા દેરડી (કુંભાજી) ને રોકડા રૂા. ર૭,ર૬૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
છઠ્ઠા દરોડામાં જસદણ પોલીસે વિંછીયા રોડ, આશોપાલવ પાન વાળી શેરીમાં રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) અશોક વશરામભાઇ સોરાણી, ધંધો ડ્રાઇવીંગ રહે. આસોપાલવવાળી શેરી, વિંછીયા રોડ, જસદણ (ર) દેહા ઘોઘાભાઇ સોરાણી, ધંધો મજૂરી રહે. આસોપાલવવાળી શેરી, વિંછીયા રોડ, જસદણ (૩) દિનેશ કુરજીભાઇ સાંકળીયા ધંધો મજૂરી રહે. પોલારપર ગામ (૪) અરવિંદ વાલજીભાઇ પલાળીયા, ધંધો મજૂરી, રહે. પોલારપર ગામ (પ) અજય ઠાકરશીભાઇ તાવીયા, ધંધો મજૂરી રહે. આસોપાલવવાળી શેરી, વિંછીય રોડ, જસદણ, (૬) દામજી બોઘાભાઇ નાગડકીયા ધંધો મજુરી રહે. પોલારપર ગામ તથા (૭) રાહુલ માવજીભાઇ સોરાણી, ધંધો મજૂરી, રહે. જસદણ, વિંછીયા રોડ, આસોપાલવવાળી શેરી ને જસદણને રોકડા રૂા. ૧૧,૭ર૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
સાતમાં દરોડામાં જસદણ પોલીસે કોઠી ગામની સીમ વિસ્તારમાં નારીયા ડુંગર નીચે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) રોહિત ધીરૂભાઇ રોજાસરા, ધંધો-ખેતી, રહે. નાની લાખાવાડ ગામ, (ર) વિપુલ ભનુભાઇ હાંડા, ધંધો-મજુરી, રહે. કોઠિ ગામ, (૩) કિશન વસનજીભાઇ બાવળીયા, ધંધો-મજુરી, રહે. જસદણ, પોલારપર રોડ હુડકો સોસા. (૪) સાગર શૈલેષભાઇ કુકડીયા ધંધો-ખેતી રહે. કનેસરા ગામ, (પ) અનીલ કેશુભાઇ ઝાપડીયા, ધંધો-ખેતી, રહે. કોઠી ગામ, તથા (૬) ભગવાનજી રામજીભાઇ સાપરામ ધંધો-ખેતી રહે. કોઠી ગામને રોકડા રૂા. ૩પ,૭૭૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
આઠમાં દરોડામાં જસદણ પોલીસે બાખલવડ ગામથી પોલારપર જતા રસ્તે રોડના કાંઠે શેરીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) રવિ વિનુભાઇ ચોવસીયા, ધંધભો-મજુરી રહે. જસદણ ગઢડીયા રોડ, (ર) આનંદ ભરતભાઇ મકવાણા, ધંધભો-મજુરી રહે. જસદણ લાતી પ્લોટ (૩) અશ્વિન મોહનભાઇ બાવળીયા, ધંધો-મજુરી રહે. બાખલવડ ગામ (૪) રમેશ ગોરધનભાઇ પલાળીયા, ધશ્રંધો-મજુરી રહે. બાખલવડ ગામ (પ) રાહુલ વલ્લભભાઇ ડાંગર, ધંધો-મજુરી, રહે. બાખલવડ ગામ, (૬) લાલજી ગોપાલભાઇ વાટીયા, ધંધો-મજુરી રહે. બાખલવડ ગામ, (૭) લાલજી મનસુખભાઇ આંધાણી ધંધો-મજુરી રહે. બાખલવડ ગામ, (૮) વિશાલ સાદુળભાઇ રામ, ધંધો-મજુરી મુળ રહે. સંદવાપુર ગામ તા. ઉના હાલ રહે. જસદણ, નવી નગરપાલીકાની બાજુમાંને રોકડા રૂા. ૧૮૮૬૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
નવમાં દરોડામાં કોટડા સાંગાણી પોલીસે કરમાળ પીપળીયા ગામ હનુમાન દાદાના ઓટા પાસે, રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) અરવિંદ ઉકાભાઇ પાતાણી ધશ્રંધો-ખેતી, (ર) અનીલ હરસુખભાઇ પાતાણી, ધંધો-ખેતી કામ, (૩) હરેશ રામજીભાઇ સીતાપરા, ધંધો-મજુરી (૪) ભાવેશ રમેશભાઇ પરમાર ધંધો-મજુરી, (પ) જયેશ ગોવિંદભાઇ પાતાણી ધંધો-ખેતીકામ રહે. તમામ કરમાળ પીપળીયા ગામને રોકડા રૂા. ૧૧,રપ૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
