<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

ભુજમાં ધમધમતા માર્ગ ઉપર પેટ્રોલ પંપ ઉપર છરીની અણીએ લૂંટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૭ : ભુજના ભીડ નાકા વિસ્‍તારમાં ધમધમતા માર્ગ ઉપર રાત્રે બે શખ્‍સોએ પેટ્રોલ પંપ ઉપર લૂંટ ચલાવતાં ચકચાર મચી ગઈ છે. આરએચકે પેટ્રોલ પંપ ઉપર રાત્રે કેશિયર પાસે બે શખ્‍સોએ રૂપિયા માંગ્‍યા હતા.

કેશિયરે આપવાની આનાકાની કરતાં છરીની અણીએ કેશિયર પાસે રૂપિયા ૪૦ હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. હો હા થતાં તરત જ લોકો એકઠા થઈ ગયા હતા.

ભુજ એ ડિવિઝન પોલીસે બનાવને પગલે તરત જ લૂંટારૂઓને ઝડપી પાડવા ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે

(12:27 PM IST)