<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભમા જામનગરની લાયન્સ કરાટે ક્લબનો દબદબો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭ : હાલ મા રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા ખેલ મહાકુંભ 2.0 માં જામનગર તરફ થી જાણીતાં લાયન્સ કરાટે ક્લબ બાળકો એ ભાગ લીધો હતો જેમાં 1 ગોલ્ડ 4 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ આમ કુલ 10 મેડલ મેળવી ને જામનગર જિલ્લા નું સમગ્ર ગુજરાત મા નામ રોશન કર્યું તે બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર અને રોકડ રકમ દ્વારા બાળકો ને સન્માનિત કર્યા ને બાળકો મા ખેલ પ્રત્યે ભાવના જગાવી. ખેલ મહાકુંભ નું સરસ સમ્રગ્ર આયોજન ગુજરાત કરાટે દો ફેડરેશન ના પ્રમુખ અને કરાટે ઈન્ડિયા ઓર્ગેનાઇઝેશન ના ઉપ પ્રમુખ  હાંસી કલ્પેશ મકવાણા એ કર્યું હતું અને જામનગર ના સિંહાન નિતેશ મકવાણા ચલાવી રહેલાં લાયન્સ કરાટે  ક્લબ ની ટીમ ફરિ એકવાર જામનગર મા નંબર 1 નો તાજ જાળવી રાખવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

(12:27 PM IST)