હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એસ્સાર ગ્રુપ ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટમાં રૂા. ૩૦,૦૦૦ કરોડનું રોકાણ કરશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૭: એસ્સાર ગ્રુપ દ્વારા આગામી ચાર વર્ષમાં ગુજરાતના જામનગર ખાતે ગ્રીન હાઇડ્રોજન પ્લાન સ્થાપવા માટે રૂ. ૩૦૦૦૦ કરોડનું રોકાણની યોજના કરવામાં આવી છે. મેટલથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના ક્ષેત્રોમાં વિસ્તરિત આ ગ્રુપ, તેની આગામી તબક્કાની વૃદ્ધિ માટે ક્લીન એનર્જીને તેનો મુખ્ય આધાર માને છે.
ગ્રુપના રોકાણ પોર્ટફોલિયોનું સંચાલન કરતા એસ્સાર કેપિટલના ડિરેક્ટર શ્રી પ્રશાંત રૂઇયાએ જણાવ્યું કે ઙ્કએસ્સાર તેની યુકેની
તેલ રિફાઇનરીને ડિકાર્બનાઇઝ કરવાની, સાઉદી અરબમાં ગ્રીન સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની અને લાંબા અંતરના હેવી ટ્રક્સને ડિકાર્બનાઇઝ કરવા માટે એલએનજી અને ઇલેકિટ્રક ઇકોસિસ્ટમ બનાવવાની યોજના ઉપર કાર્યરત છે.
ગ્રુપ દ્વારા ઇલેક્ટ્રિક વાહન બેટરી, સોલાર પેનલ અને વિન્ડ-ટર્બાઇન મેગ્નેટ્સમાં મુખ્યત્વે વપરાતા મહત્વપૂર્ણ ખનિજોના ખનનના વ્યવસાયમાં પ્રવેશની વિચારણા પણ ચાલી રહી છે.
એસ્સાર ફયુચર એનર્જી આગામી ચાર વર્ષમાં જામનગરમાં ૧ ગીગાવોટ હાઈડ્રોજન ક્ષમતા ઉભી કરવા સાથે તેને સંલગ્ન ૧ મિલિયન ટન પ્રતિ વર્ષ ગ્રીન મોલેક્યુલ્સની ક્ષમતા પણ વિકસાવશે. ઙ્કઅમે જામનગરમાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટમાં લગભગ રૂ. ૩૦,૦૦૦ કરોડ નું રોકાણ કરવાના છીએ, એમ તેમણે જણાવ્યું હતું. એસ્સાર, પાણીના અણુના પૃથક્કરણ દ્વારા હાઇડ્રોજન અને ઓકિસજનના ઉત્પાદન માટે તેની સહયોગી કંપની એસ્સાર રિન્યુએબલ્સ દ્વારા ૪.૫ ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરશે. આ રીતે વિશ્વમાં શ્રેષ્ઠ માનીતી સ્વચ્છ ઉર્જાનો સ્ત્રોત એવા હાઇડ્રોજનનો ઉપયોગ વાહનો ચલાવવા, વિજળી ઉત્પન્ન કરવા તથા રહેઠાણો, વ્યવસાયો અને ઉદ્યોગોને જરૂરી ઉર્જા પૂરી પાડવા માટે થશે.
રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મના નિર્માણ ઉપરાંત ૨૦૨૨ માં કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ વેચ્યા પછી દેણાવિહોણું બનેલું આ સમૂહ, આગામી ૩.૫ વર્ષમાં લગભગ ૧૦૦૦ મેગાવોટ ઉત્પાદનના લક્ષાંકને પહોંચવા, તેની કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતામાં પણ વધારો કરશે. આ યોજના અંતર્ગત એસ્સાર પાવરના સલાયા-દ્વારકા સ્થિત ૧૨૦૦ મેગાવોટ પાવરપ્લાન્ટનું વિસ્તરણ કરી વધારાના ૧૬૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનનું આયોજન કરી ગુજરાતની બેઝ-લોડ જરૂરિયાતો પૂરી પાડવાનું છે.
એસ્સાર ગ્રુપ પヘમિ બંગાળના એક બ્લોકના કોલ સીમ્સમાંથી ગેસ ઉત્પન્ન કરી રહ્યું છે. તેની ગ્રુપ કંપની એસ્સાર ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન લિમિટેડ, ભારતની કોલ બેડ મિથેન ઉદ્યોગની અગ્રણી છે, જે દેશના કુલ કોલ બેડ મિથેન ઉત્પાદનનું લગભગ ૬૫ ટકા યોગદાન આપે છે અને ભારતના કુલ ગેસ ઉત્પાદનમાં તેનું યોગદાન આગામી પાંચ વર્ષમાં ૫ ટકા સુધી પહોંચાડવાનો આશય રાખે છે. કોલ સીમ્સમાંથી ઉત્પન્ન ગેસ, જેને કોલ-બેડ મિથેન કહેવાય છે, તેનો ઉપયોગ CNG તરીકે વાહનો ચલાવવાનો તેમજ વીજળી ઉત્પન્ન કરવા અને ખાતર બનાવવા માટે થઇ શકે છે. અમે આજે ભારતના સૌથી મોટા સીબીએમ પ્લેયર છીએ. અમે દૈનિક લગભગ ૧ મિલિયન ક્યુબિક મીટર ગેસ ઉત્પન્ન કરીએ છીએ જે ખૂબ જ ઓછું છે. અમારો લક્ષાંક તેને વધારવાનો છે તેથી અમે અમારા ગેસ આધારિત પોર્ટફોલિયો વધારવા માટે રૂ. ૨,૦૦૦-૩,૦૦૦ કરોડના રોકાણનું આયોજન કરી રહ્યા છીએ.
એસ્સાર પશ્ચિમ બંગાળના રાનિગંજ CBM બ્લોકમાં શેલ ગેસની શોધખોળ પણ કરી રહી છે. ભારતે હજી સુધી શેલમાં વ્યાપારિક સફળતા નથી મળી. અમેરિકામાં શેલના કારણે આવેલી ક્રાંતિ આપણે સહુ જાણીએ છીએ. અમે માનીએ છીએ કે તેના વ્યવસાયમાં વિપુલ તકો છે અને આથીજ અમે તેની શોધના પ્રયત્નોમાં કાર્યરત છીએ.ેએમ તેમણે જણાવ્યું હતું
એસ્સાર યુકેમાં તેની સ્ટેનલો રિફાઇનરીને ડિકાર્બનાઇઝ કરવા માટે USD ૩.૬ બિલિયન અને સાઉદી અરબમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરતા ગ્રીન સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે USD ૪ બિલિયનનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે એમ પણ શ્રી રુઇયાએ ઉમેર્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
