<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

ખંભાળીયામાં ધોધમાર વરસાદમાં ટ્રક પાણીના ખાડામાં ફસાયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૭ :.. દ્વારકા જિલ્લાનું ખંભાળીયા ગાઢ વનરાઇ કે પર્વતો ટેકરીઓ જેને વરસાદનું આકર્ષણ કેન્‍દ્ર માનવામાં આવે છે તેવું કંઇ ના હોવા છતાં મેઘરાજાનું માનીતું હોય કે અહીં ગૌસેવા  તથા સામાજિક કાર્યો વધુ થતાં હોય મેઘરાજાની મહેર પ્રતિ વર્ષ થતી રહે છે તથા ર૦૧૪ માં રાજયમાં સૌથી વધુ ૧૧૯ ઇંચ વરસાદનો રેકોર્ડ થયેલો તે ખંભાળીયામાં ગઇકાલે મોસમનો પહેલો જ વરસાદ ર૪ કલાકમાં પોણા દશ ઇંચ મોસમનો રપ ટકા વરસાદ પડી જતાં લોકોને કાળઝાળ ગરમી માંથી મુકિત મળી હતી.

ખંભાળીયામાં વિચિત્ર વરસાદ પડયો હતો. હવામાન ખાતાની ૧૬ થી રર આગાહી હતી પણ આ ભારે વરસાદ ખંભાળીયા શહેરમાં ભારે પવન સાથે પોણા દશ ઇંચ  પડયો જયારે ખંભાળીયા થી ૧પ કિ. મી. જામનગર રોડ પર આરાધનાધામ પછી વરસાદ નહીં તડકો જ હતો તો દ્વારકા રોડ પર સોનારડી સુધી વરસાદ તે પછી ભાટીયા સુધી કંઇ નહીં....!! તો સલાયા જે ખંભાળીયાથી ૧૩ કિ. મી. દુર છે.

બપોરે રે થી ૩ાા વાગ્‍યા દરમ્‍યાન ખંભાળીયા દ્વારકા રોડ પર અતિ પવન સાથે ભારે વરસાદ પડતા નાના વાહનો ટુ વ્‍હીલ તથા કાર ચાલકો કારમાં આગળ કંઇ ના દેખાતા સાઇડમાં ઉભા રહી ગયા તો હર્ષદપુરમાં યાર્ડ પાસેના પેટ્રોલ પંપ નજીક એક ટ્રક પાણીના ખાડામાં ફસાઇ ગયો હતો જો કે ઘી ડેમની ઉપરવાસના ગામોમાં બહુ ભારે વરસાદ ના પડતા ઘી ડેમમાં કંઇ નોંધપાત્ર પાણીની આવક થઇ નથી. પહેલા મોસમના વરસાદથી લોકો ન્‍હાવા નીકળી પડયા હતા તો આજે વર્ષો પછી ભીમ અગીયારસના ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા હતાં.

(1:50 PM IST)