<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

જુનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની સાધારણ સભા મળી

સંસ્‍થાના પ્રમુખ લક્ષ્મણભાઇ આર. યાદવે સંસ્‍થા વિષયક માહિતી આપી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૭:    જુનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી., જુનાગઢની ૬૫ મી વાર્ષિક સાધારણ સભા  દોમડીયાવાડી., ભુતનાથ મંદિર રોડ, જુનાગઢ મુકામે મળેલ જેમાં સંસ્‍થાના કાર્યક્ષેત્ર જુનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર ના સભાસદ ભાઈઓ આવેલ તેમાં સંસ્‍થાની વિસ્‍તળત માહીતી સંસ્‍થાના પ્રમુખ લક્ષ્મણભાઈ આર. યાદવે આપેલ કે આ વર્ષે સંસ્‍થાએ ૩૬,૮૬,૯૪૧-૦૪ જેવો નફો કરેલ તથા સંસ્‍થાના સભાસદોને ૧૫ ટકા જેવુ ડીવીડંડ આપેલ. તેમજ સંસ્‍થાના ઘંઘાની માહીતી આપેલ.

સંસ્‍થાએ તેમના કાર્યક્ષેત્ર ત્રણેય જિલ્લાના ખેડુત ભાઈઓને રાસા.ખાતરો સમયસર પુરા પાડેલ અને ખેત ઉત્‍પાદનની જરૂરી જણસીઓ પુરી પાડેલ.

સંસ્‍થાની સાધારણ સભામાં  અમરેલી જિલ્લા સહ.ખ.વે.સંઘ.લી. ના પ્રમુખ ઘનજીભાઈ પાનસુરીયા ખાસ મહેમાન ઉપસ્‍થિત રહેલા અને સંસ્‍થાની પ્રવળતિ તથા પ્રગતી વિશે સંબોધન કરેલ તેઓનું સ્‍વાગત સંસ્‍થાના પ્રમુખ લક્ષ્મણભાઈ આર. યાદવ સાહેબે તથા ગુજરાત રાજયના માજી મંત્રી તેમજ જુનાગઢ જિલ્લા સહકારી બેંક ના પુર્વ પ્રમુખ જશાભાઈ બારડ  કરેલ હતું.

તેમજ જુનાગઢ જિલ્લા સહકારી બેંક લી., જુનાગઢ ના ઉપ પ્રમુખ તેમજ ગુજકોમાસોલ ગાંધીનગરના સીની. ડિરેકટરતેમજ જુનાગઢ જિલ્લા સહકારી ખ.વે.સંઘ.લી.ના સીની. ડીરેકટર મનુભાઈ એલ. ખુંટીએ સ્‍વાગત પ્રવચન કરેલ અને સંસ્‍થાની પ્રવળતિ વિશે માહીતી આપેલ  હતી તેમજ આભાર પ્રવચન સંસ્‍થાના ઉપ પ્રમુખ જયેશભાઈ ગુંદાણીયા મીટીંગનું સંચાલન સંસ્‍થાના જનરલ મેનેજર  પ્રવિણભાઈ પોપટે કરેલ હતું.

(1:50 PM IST)