<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

મોરબીમાં રૂપિયાની લેતીદેતીમાં શો-રૂમ પાસે જઇ ૪ શખ્‍સોએ મારામારી કરી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૭ : મોરબીના રામચોક નજીક આવેલ ફેમીલી શોપ પાસે જઈને ચાર ઇસમોએ અઢી લાખ રૂપિયાની લેતીદેતી મામલે વેપારીને લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 મોરબીના સતનામ એપાર્ટમેન્‍ટ આલાપ રોડના રહેવાસી રામજીભાઈ અમરશીભાઈ ભીમાણીએ આરોપી હાર્દિક જીતુભાઈ કૈલા, હરેશ ગઢવી તેમજ બે અજાણ્‍યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્‍યું છે કે ગત તા. ૧૫ જુનના રોજ ફરિયાદી પોતાની રામ ચોક નજીક આવેલ બોસ ઇન્‍ડિયા ફેમીલી શોપ નામની દુકાને હોય ત્‍યારે દુકાનના પાછળના દરવાજે હાર્દિક જીતુભાઈ કૈલા આવી રામજીભાઈને બહાર આવો કહેતા બહાર ગયા હતા અને હાર્દિક કહેવા લાગ્‍યો મારે તમારા દીકરા મિલન પાસેથી અઢી લાખ રૂપિયા લેવાના છે જે મને આપો જેથી ફરિયાદીએ મિલનને રૂપિયા આપવાના હોય તો તેને ખબર હોય જેથી રૂપિયા આપવાની ના પાડી હતી જેથી હાર્દિક અને તેની સાથે આવેલ હરેશ ગઢવી બંને ઢીકા પાટું માર મારવા લાગ્‍યા હતા અને કારમાંથી ધોકો કાઢી મારવા લાગ્‍યા હતા.

(2:13 PM IST)