હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કવિ હર્ષદ ચંદારાણાનું દેહાવસાન
સફળ બિઝનેસમેન અને રસાયણ શાસ્ત્રના વિદ્યાર્થી પાર્કિન્સનથી પીડાતા હતા

રાજકોટ તા. ૧૭: અમરેલી ધરાનાના મોખરાના કવિ જાણીતા સાહિત્યકાર શ્રી હર્ષદ ચંદારાણાનું ગઇકાલે તા. ૧૬ ના રોજ અમદાવાદ ખાતે નિધન થયું છે. તેઓ છેલ્લા થોડાક વર્ષોથી પાર્કિન્સની બીમારી સામે ઝઝૂમતા હતા.
હર્ષદ ચંદારાણાનો ૧૦ દિવસ પછી ર૬ જૂને ૭૮મો જન્મદિવસ છે. ર૬ જૂન, ૧૯૪૭ના રોજ અમરેલી જિલ્લાના ચલાલા ગામે જન્મેલા હર્ષદભાઇ વ્યવસાયે બિઝનેસમેન હતા. એમનો અભ્યાસ રસાયણશાસ્ત્રનો. અમરેલી ઓળખાય છે રમેશ પારેખનાં નામથી, પણ આ છ અક્ષરનાં નામ સાથે તમામ પ્રવૃત્તિઓ અને સાહિત્યિક આયોજનના પાયામાં હર્ષદભાઇનો ઉદ્યમ અને ઉલ્લાસ. અમરેલીની ધમધમતી સાહિત્યિક પ્રવૃત્તિ માટે હર્ષદ ચંદારાણા આજીવન અને સાતત્યપૂર્ણ સક્રિય રહ્યા.
હર્ષદ ચંદારાણાનો પ્રથમ કાવ્ય સંગ્રહ ‘ફીણમોજા' ૧૯૯૧ માં પ્રગટ થયો હતો. ત્યારબાદ ‘નદીને મળ્યા પછી' (૧૯૯૪), ‘હાથની હોડી' (ર૦૦ર), ‘સમુદ્ર છલકે છે' (ર૦૧ર), ‘કિરણોની પોટલી' (ર૦૧ર), ‘દિવસો એ પાંખો પહેરી છે' (ર૦૧૯) જેવા સમૃદ્ધ કાવ્યસંગ્રહો એમણે આપ્યા અને સતત સર્જન પ્રવૃત્ત રહ્યાની પ્રતીતિ કરાવી,
કવિતા તથા સાહિત્યના સર્જન માટે એમને ફૂલછાબ એવોર્ડ, દર્શક સાહિત્ય સન્માન અને કલાપી એવોર્ડનો સમાવેશ થાય છે.
તેઓએ મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટના સ્થાપના સમયથી આજ પર્યંત ટ્રસ્ટી રહ્યા છે. તેમના પિતાશ્રી નાથાભાઇ ચંદારાણા દ્વારા સ્થાપિત વતન ચલાલા ખાતેની શ્રી એમ. કે. ચંદારાણા કન્યા વિદ્યાલયના તેઓ મેનેજિંગ ટ્રસ્ટી પણ હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
