<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

ગોંડલની ગરૂડા શૂટિંગ એકેડમી ના નિશાનબાજોનો ગોવર્ધન થાળ હોટલ ખાતે સન્માન સમારંભ યોજાયો

ફસ્ટ એર રાઈફ્લ શૂટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૪ માં ૧૭૭ એર રાઇફ્લ ૧૦ મીટર ચેમ્પિયનશિપ માં નિશાનબાજીની વિવિધ પ્રતિયોગિતાઓ તેમજ યુનિટી ઈંગ્લીશ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ એમ.બી.બી.એસ. માં અભ્યાસ કરનારનું તેમજ નિશાનબાજોનુ મેડલ સાથે બહુમાન કરાયું

રાજકોટ તા.૧૭ : તાજેતરમાં ગોંડલની ગરૂડા શૂટિંગ એકેડમી દ્વારા ફસ્ટ એર રાઈફ્લ શૂટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૪ માં ૧૭૭ એર રાઇફ્લ ૧૦ મીટર ચેમ્પિયનશિપ માં નિશાનબાજીની વિવિધ પ્રતિયોગિતાઓ યોજવામાં આવેલ તેમજ યુનિટી ઈંગ્લીશ એકેડમી ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ એમ.બી.બી.એસ. માં અભ્યાસ કરનારનું તેમજ નિશાનબાજોનો મેડલ સાથે બહુમાન સમારંભ ગોંડલના યુનિટી ઈંગલીશ એકેડેમી, એચ.બી.વી. ઠકરાર મેમોરીયલ ટ્રસ્ટ તથા ગરુડા શૂટિંગ એકેડમી દ્વારા ગોવર્ધન થાળ હોટેલ ખાતે કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગોંડલના એચ.બી.વી. ઠકરાર મેમોરીયલ ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી પ્રકાશભાઈ ઠકરાર તથા એડવોકેટ રવિરાજભાઈ ઠકરાર ની ઉપસ્થિતિ વિશેષ રહી. યુનિટી કલાસીસ ના ભાવિનભાઈ જોબનપુત્રા દ્વારા આમંત્રીત મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવેલ તેમજ પ્રેરક ઉદબોધન કરવામાં આવેલ. ગરૂડા શૂટિંગ એકેડમીના વિજયસિંહ જાડેજા, ભાવેશભાઈ પારેખ તથા પ્રકાશભાઈ ઠકરાર તથા આમંત્રિત મહેમાનો તરીકે એચ.બી.વી. ઠકરાર મેમોરિયલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ક્રિષ્નાબેન પ્રકાશભાઈ ઠકરાર, દિશાબેન રવિરાજભાઈ ઠકરાર, યુનિટી કલાસીસ ના સુનિતાબેન ભાવિનભાઈ જોબનપુત્રા દ્વારા વિદ્યાર્થીઓને મેડલ તથા સર્ટીફીકેટ આપીને સન્માનીત કરવામાં આવેલ.

ગોવર્ધન થાળ હોટેલના મિહિરભાઈ શેઠ તથા યશભાઈ છાંટબાર દ્વારા અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી 

(2:27 PM IST)