હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઢસા પૂ. નિર્દોષાનંદ સરસ્વતી આશ્રમે કાલે ત્રિવિધ કાર્યક્રમો
શ્રી જગદીશ્વર મહાદેવ શિવાલયના સાનિધ્યમાં : પૂ.ભોલાનંદજી સરસ્વતીજી મહારાજના હસ્તે પુષ્પવાટીકા અને પક્ષીઘરનું લોકાર્પણ : ટીંબી હોસ્પીટલના લાભાર્થે રકતદાન શિબીર

રાજકોટ, તા., ૧૭: પરોપકારી મહાપુરુષોએ પોતાનાં જીવનકાળમાં સમાજનાં ઉત્કર્ષ માટે અથાગ પ્રયત્નો કર્યા છે. તેઓની કળપાશક્તિ વડે તેઓનાં જીવનકાળ પછી પણ આ જગતમાં લોકહિતનાં કાર્યો થયા કરતા હોય છે. સેવા ધર્મો પરમો ધર્મઃ મંત્રને સ્વજીવનમાં ચરિતાર્થ કરનારા અને પરોપકારનાં પ્રખર હિમાયતી તથા માનવ સેવા હોસ્પિટલ-ટીંબીનાં પ્રણેતા પૂજ્યપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા પ્રસ્થાપિત જગદીશ્વર મહાદેવ શિવાલય હજારો શિવભક્તો ની આસ્થાનું કેન્દ્ર બનીને લોકોની કામનાઓ પૂર્ણ કરી રહ્યું છે. પૂજયશ્રીનાં કળપાપાત્ર સદ્દશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી અને ઢસાગામ સમસ્તનાં સહિયારા સાથ અને સહકારથી સુંદર પુષ્પવાટિકા અને પક્ષીઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે તા.૧૮ મંગળવારે ભીમ અગિયારસનાં પાવન દિને પૂજ્ય સ્વામી શ્રી ભોલાનંદજીનાં હસ્તે તેમનાં લોકાર્પણ સમારોહનું તથા ટીંબી હોસ્પિટલનાં લાભાર્થે રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
કાલે મંગળવારે સવારે ૮.૦૦ કલાકે રક્તદાન શિબિરનો શુભારંભ થશે. ત્યારબાદ ૯.૦૦ કલાકે પુષ્પવાટિકા અને પક્ષીમંદિરનું મંગલ ઉદ્ધાટન થશે. ધર્મસભા અંતર્ગત પૂજય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ માનવસેવા, જીવદયા અને ગુરુભક્તિમય દિવ્ય પ્રવચન આપશે. સત્કાર્યમાં સહયોગ પ્રદાન કરનાર દાતાશ્રીઓનાં સન્માન થશે અને મહાનુભાવો પ્રાસંગિક વક્તવ્યો પણ આપશે. ધર્મસભાનાં સમાપન બાદ સર્વે ધર્મપ્રેમીજનો સાથે મળીને સમૂહ ફલાહાર મહાપ્રસાદ ગ્રહણ કરશે. આ પ્રસંગે આયોજિત રક્તદાન કેમ્પમાં રકતદાન કરવા માટે તંદુરસ્ત યુવા ભાઈઓ- બહેનોને પધારવા સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ -ઢસાગામ સમસ્તે અનુરોધ કરેલ છે. આ સમગ્ર મહોત્સવનું જીવંત પ્રસારણ આશ્રમની યુ-ટયુબ ચેનલ - ગુરુ સાનિધ્ય (guru sannidhya) પર પ્રસારિત કરવામાં આવશે.
મહોત્સવનું શુભ સ્થળઃ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી સંન્યાસ આશ્રમ (શ્રી જગદીશ્વર મહાદેવ) સ્ટેશન રોડ, મુ. ઢસાગામ, તા. ગઢડા (સ્વા.), જિ.બોટાદ. છે.
વધુ માહિતી માટે મો.નં. ૯૭૨૩૪ ૦૧૭૫૩ મો.નં. ૯૮૭૯૫ ૮૩૪૫૧ અથવા મો.નં. ૬૩૫૧૯ ૩૨૦૫૨ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
