<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

મુંબઇના ઘાટકોપરમાં સર્વજ્ઞાતિ ગુરૂ પ્રસાદ પ્રકલ્‍પનો શુભારંભ રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુની મ.સા.ની કરૂણા ભાવનાથી

સુખના પર્દા જેટલી પ્રસન્‍નતા આપે એનાથી વધુ પરમાર્થની પ્રસન્‍નતા હોયઃ પૂ. નમ્રમુનિ મ.સા.

રાજકોટ તા. ૧૭: ઘાટકોપરમાં વસતા દરેક જરૂરિયાતમંદ વ્‍યકિતના ચહેરા પર ભોજનનો સંતોષ આપવાની રાષ્‍ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની કરૂણા ભાવનાથી પારસધામના આંગણે દરરોજ હજારો ભાવિકોના ભોજનની વ્‍યવસ્‍થા દ્વારા ઘાટકોપરના અલગ અલગ ક્ષેત્રમાં અર્પણ કરવાના પરમાર્થિક પ્રકલ્‍પ ‘‘ગુરૂ પ્રસાદ''ના શુભારંભ થયો હતો.

સર્વ મંગલ ફેમિલી ટ્રસ્‍ટ-શાહ હેપીનેસ ફાઉન્‍ડેશન અમેરિકાના ફાઉન્‍ડર રીકાબેન મનુભાઇ શાહના સહયોગે ચાલનારા આ મહાપ્રકલ્‍પના શુભારંભ અવસરે મહાનુભાવો સાથે દરેક સમાજના અગ્રણી ભાવિકો તેમજ ઘાટકોપરના સંઘોના બહોળી સંખ્‍યામાં ભાવિકો અનુમોદના કરવા ઉપસ્‍થિત રહ્યા હતાં. કચ્‍છના ભૂજ શહેરમાં દરરોજ ૩પ૦૦૦ ભાવિકોને, પનવેલમાં દરરોજના ૧પ૦૦૦ ભાવિકોને ભોજન અર્પણ કરી રહેલાં, કેટ્રેકટ જેવી બીમારીથી પીડાઇ રહેલાં, આંખના હજારો દર્દીઓને શાતા-સમાધિ પમાડી રહેલાં સર્વ મંગલ ફેમિલી ટ્રસ્‍ટ-અમેરિકાના ફાઉન્‍ડર રિકાબેન મનુભાઇ શાહની પરમાર્થ ભાવનાની પ્રશસ્‍તિ કરેલ.

આ અવસરે પરમ ગુરૂદેવે પ્રેરક વચનો ફરમાવતાં કહ્યું હતું કે પોતાના સુખ કરતાં, બીજાના દુઃખની ચિંતા કરનારા, પોતાની અનુラકૂળતાનો વિચાર ન કરીને બીજાની પ્રતિકૂળતાને દૂર કરવાનો વિચાર કરનારા અને બીજાના ચહેરા પર શાંતિ-સંતોષની રેખા લાવનારા એવા પરમાર્થી વ્‍યકિતની સ્‍વયંની ભાગ્‍યની રેખાઓ પલટાઇ જતી હોય છે. સમાજ પાસેથી આપણે જે કંઇપણ મેળવ્‍યું છે, તે સમાજને અર્પણ કરવા સ્‍વરૂપ પરમાર્થના કાર્ય કરવા તે કોઇ એક વ્‍યકિતનું નહીં પણ આપણા સૌનું કર્તવ્‍ય હોય છે. જીવનની પ્રસન્‍નતા પદાર્થને ભોગવવા કરતાં પરમાર્થ કરીને વધારે મળતી હોય છે.

ઉલ્લેખનીય છેકે ઘાટકોપરમાં દરરોજના હજારો જરૂરિયાતમંદ ભાવિકોને ભોજન અર્પણ કરવાની વિતરણ અવસ્‍થા એમ.એલ.એ. પરાગ શાહના નેતૃત્‍વમાં કરવામાં આવશે. લાઇવના માધ્‍યમે આ અવસરે ઉપસ્‍થિત અમેરિકાથી મનુભાઇએ આ સતકાર્યના પ્રારંભ બદલ પરમ ગુરૂદેવ પ્રત્‍યે અહોભાવ અને ઉપકારભાવ પ્રદર્શિત કર્યો હતો. દરેક જ્ઞાતિના હજારો જરૂરિયાતમંદોની ક્ષુધાતૃપ્‍તિ કરવા માટે ઘાટકોપરના પારસધામ ખાતે અને કામકાજ નગરમાં દરરોજ સવારના દશ કલાકથી સાંજના છ કલાક સુધી કાર્યરત રહેશે

(3:21 PM IST)