<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

પીપાવાવ પોર્ટ પાસે ૧૦ સિંહોને ટ્રેનની હડફેટે આવતા બચાવ્યા

પાઇલટ મુકેશકુમાર મીનાએ સિંહોને ટ્રેક પર બેઠેલા જોયા અને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી દીધી

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી તા.૧૭ : પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહો સહિતના વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરે છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે.

         ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ  માશૂક અહમદના જણાવ્યા અનુસાર આજે સવારે  લોકો પાઇલટ  મુકેશકુમાર મીના પીપાવાવ પોર્ટ સ્ટેશનથી પીપાવાવ પોર્ટ સાઈડિંગ તરફ માલગાડ઼ી સંખ્યા LLU/PPSP, લોકો નંબર 24690 ને જ્યારે લઈને જતા હતા ત્યારે સિંહોને ટ્રેક પર બેઠેલા જોયા અને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી દીધી હતી.

       થોડીવાર રાહ જોયા પછી તેણે જોયું કે બધા સિંહો ધીમે ધીમે પાટા પરથી ખસી ગયા હતા.સિંહોની કુલ સંખ્યા 10 હતી. સિંહોને ટ્રેક પરથી ખસી ગયા પછી લોકો પાયલોટ દ્વારા ટ્રેનને પીપાવાવ પોર્ટ સાઇડિંગ તરફ લઈ જવામાં આવી હતી. લોકો પાયલોટે આ અંગે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને જાણ કરી હતી.

        માહિતી મળતાં જ લોકો પાયલોટ  મુકેશકુમાર મીણાના આ પ્રશંસનીય કાર્યની ડિવિઝનલ રેલ્વે મેનેજર  રવીશકુમાર, એડિશનલ ડીવીઝનલ રેલ્વે મેનેજર  હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. તેમ મનોજ જોશીની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:28 PM IST)