હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
અમરેલી જિલ્લામાં ચોથા દિવસે મેઘરાજાનો મુકામ : લાઠી, બાબરા, લીલીયા, સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
ગ્રામ્ય વિસ્તારોમાં સચરાચર મેઘસવારીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ :

અમરેલી: અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા સાથે જીરા, બોરાળા, ખડકલા, ભુવા, જૂના સાવાર સિમરનણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખારાપાટ વિસ્તારના ગામડાઓમાં પણ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બાબરાના ગ્રામ્ય પંથક ચરખા, ચમારડી, વલારડી, દરેડ , ગળકોટડી, ખાખરિયા, ગમાપિપલિયા સહિતનાં ગામડાંમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
