<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

બોટાદનાં ગઢડા અને આસપાસનાં ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ :રામપરામાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા

પડવદર, ગુદાળા, સમઢીયાળા, ઈંગોરાળા અને ટાટમમાં વરસાદ પડ્યો:ગોરકડા, માંડવધાર અને કેરાળામાં ધીમીધારે વરસાદ

બોટાદનાં ગઢડા અને આસપાસનાં ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. રામપરા, વાવડી ગામે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. રામપરામાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હતા. પડવદર, ગુદાળા, સમઢીયાળા, ઈંગોરાળા અને ટાટમમાં વરસાદ પડ્યો હતો. ગોરકડા, માંડવધાર અને કેરાળામાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. ગઢડામાં બપોર બાદ ધીમીધારે વરસાદ વરસ્યો હતો

(8:52 PM IST)