<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

સુરેન્દ્રનગરનાં શિવધારા ટાઉનશીપમાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી; ટાઉનશીપનો રસ્તો પાણીમાં ગરકાવ

છેલ્લા 5 વર્ષથી પાણી ભરાવવાની સમસ્યાથી લોકો પરેશાન ;અનેક રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો નિકાલ નહીં

સુરેન્દ્રનગરનાં શિવધારા ટાઉનશીપમાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી હતી. સામાન્ય વરસાદમાં જ શિવધારા ટાઉનશીપનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. શિવધારા ટાઉનશીપનાં સ્થાનિકોને હાલાકી પડી હતી. છેલ્લા 5 વર્ષથી પાણી ભરાવવાની સમસ્યાથી લોકો પરેશાન છે. પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. સ્થાનિકોએ તંત્રને અનેક રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો નિકાલ થવા પામ્યો નથી.

(8:53 PM IST)