News of Tuesday, 18th June 2024
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુ-સિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કાલે શનિવારના રોજ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નીમુબેન બાંભણીયાએ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા. વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમેમાં મંદિરના પટાંગણમાં આવેલ શ્રીહરિ મંદિરમાં કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી માર્ગદર્શનથી સ્વેચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મંત્રી નીમુબેન બાંભણીયાએ હાજરી આપી હતી. મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
