News of Tuesday, 18th June 2024
પોરબંદરમાં મજૂરની હત્યા કરનાર પરપ્રાંતીય શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી લીધો
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આરોપી વતન ભાગી જવા હાઇવે ઉપર વાહનની રાહ જોતો હતોઃ અગાઉની માથાકુટના મનદુઃખથી હત્યા કરી નાખી હતી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ :.. અગાઉની માથાકુટનું મનદુઃખ રાખીને કારખાનામાં કામ કરતા મજૂર રમેશ રામભાઇ સોલંકીની બોથડ પદાર્થ મારીને હત્યા કરીને નાસી ગયેલ મુળ યુપીના અને હાલ પોરબંદર રહેતો આરોપી ગુલઝાર ઇસ્તિયાક (ઉ.રર) ને પોલીસે મણતરીના કલાકોમાં પકડીને કાર્યવાહી કરી છે.
ખાપટાના નેભાભાઇ રાભાઇ બાપોદરાએ હત્યાની ફરીયાદ જાહેર કરેલ જેમાં ઉત્તર પ્રદેશ રાજયનો રહેવાસી ગુલજાર ઇસ્તિયાક શાહે અગાઉની માથાકુટનું મનદુઃખ ના કારણોસર હાલ રહે. જીઆઇડીસી ધરમપુર વાળાને ડાબી બાજુએ કપાળના ભાગે માથાના ઉપરના ભાગે માથાના પાછળના ભાગે તથા મોઢાના ભાગે કોઇ બોથડ પદાર્થોના ઘા મારી જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવી ગુન્હો કરેલ જે અંગે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુ. ર. નં. ક. ૩૦ર મુજબનો ગુન્હો રજી. થયેલ હતો.
ગુના સંદર્ભે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં મળી આવેલ લાશ બાબતે સત્વરે ગુનાના મુળ સુધી પહોચવા અને વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલવા આરોપીને સત્વરે શોધી કાઢવા એલ. સી. બી. એસ. ઓ. જી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જે અનુસંધાને ટેકનીકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સીસીટીવી ફુટેજ મારફતે એલ. સી. બી. શાખા દ્વારા તપાસ કરતા એલ. સી. બી. શાખામાં ફરજ બજાવતા પો. કો. વિરેન્દ્રસિંહ પરમાર તથા જીતુભાઇ દાસાને મળેલ સંયુકત રાહે ચોકકસ અને આધારભુત હકિકત મળેલ કે, ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ આરોપી હાલ નરસંગ ટેકરી ખાતે પોતાના વતનમાં ભાગવાની ફીરાકમાં વાહનની રાહ જોઇ ઉભેલ હોવાની હકિકત મળતા તુરંત એલ. સી. બી. સ્ટાફની અલગ અલગ ટીમો નરસંગ ટેકરી જઇ તપાસ કરતા ફરીયાદમાં જણાવેલ ગુલઝાર ઇસ્તિરાક રે. યુ. પી. વાળાને પકડી પાડી આગળની ધોરણસર કાર્યવાહી થવા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
હત્યાના આરોપી ગુલઝારને પકડવાની કામગીરીમાં પોરબંદર એલસીબી આર. કે. કાંબરીયા, પીઆઇ પી. આર. પટેલ, પીએસઆઇ આર. ડી. ચૌહાણ, એએસઆઇ બટુકભાઇ વિંઝૂડા, રાજેન્દ્રભાઇ જોષી, ઉપેન્દ્રસિંહ જાડેજા, ઉદયભાઇ વરૂ, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, હિમાંશુભાઇ મકકા, લક્ષ્મણભાઇ ઓડેદરા, નટવરભાઇ દુદાભાઇ, વિરેન્દ્રસિંહ દશરથસિંહ, જીતુભાઇ રાજશીભાઇ, કુલાભાઇ લખમણભાઇ, અજયભાઇ લખમણભાઇ તથા નાથીબેન કુછડીયા, ડ્રા. રોહિતભાઇ વસાવા તથા નેત્રમ ટીમના ભરતભાઇ વાઢેર રોકાયેલ હતાં.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
