<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

કોડીનારનાં જમજીર ધોધ આસપાસ દબાણ હટાવાયુ : ૬ કરોડની જમીન ખુલ્લી કરાઇ

(દિપક કક્કડ -અશોક પાઠક દ્વારા) કોડીનાર-વેરાવળ,તા.૧૮ : કોડીનાર તાલુકાના ઘાટવડ અને ગીર ગઢડા તાલુકાના જામવાળા વચ્‍ચે આવેલ સુપ્રસિદ્ધ જમજીર ધોધની મુલાકાતે મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ આવતાં હોય છે. આ સ્‍થળે ર્પાકિંગની અપૂરતી સુવિધા તેમજ સાંકડા રસ્‍તાના કારણે પ્રવાસીઓને મુશ્‍કેલીઓ પડતી હતી હાલમાજ જમજીર ધોધ મા એક યુવાન ડુબી જતા મોત ને ભેટયો છે જેને લઇ

કલેક્‍ટર દિગ્‍વિજયસિંહ જાડેજાએ જમજીર ધોધની રૂબરૂ મુલાકાત લીધી હતી તેને અહીં દબાણો ધ્‍યાન મા આવ્‍યા એટલું જ નહીં અહીં ર્પાકિંગ ન હોવાના કારણે લોકો નદી નજીક કાર પાર્ક કરતા હતા જેના કારણે તાત્‍કાલિક અસર થી અહીં દબાણો દૂર કરવા કેલકટરે સૂચન કર્યું જેના ભાગ રૂપે  આ સમસ્‍યાના કાયમી નિરાકરણ માટે આ જગ્‍યાની આસપાસની સરકારી જમીનના અનઅધિકળત દબાણો આઇડેન્‍ટીફાય કરી તા. ૧૪/૦૬/૨૦૨૪ના રોજ જિલ્લા જમીન દફતર નિરીક્ષક, ગીર સોમનાથ દ્વારા માપણી કરાવી, સરકારી સ.નં.૪૯ પૈકીની જમીનની હદ નક્કી થતાં તેમાં જુદા-જુદા આસામીઓના ખેતી અને બિનખેતી વિષયક દબાણો ધ્‍યાને આવ્‍યાં હતાં.

આ અનઅધિકળત દબાણો ખુલ્લા કરવા કલેક્‍ટર દિગ્‍વિજયસિંહ જાડેજાની સીધી સૂચના અને માર્ગદર્શન મુજબ  તા. ૧૭/૦૬/૨૦૨૪ના રોજ ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામે આવેલ પ્રસિદ્ધ જમજીર ધોધની આસપાસના સરકારી સર્વે-૪૯ પૈકીની જમીનના ખેતી તથા બિનખેતી વિષયક દબાણો દૂર કરવા નાયબ કલેક્‍ટર,ઉના, મામલતદાર ગીર ગઢડા તેમજ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ અંદાજીત હે.૦૮-૯૦-૩૪ ચો.મી. જમીનના કુલ-૩ આસામીના દબાણો ખુલ્લા કરવામાં આવ્‍યાં હતાં. જેની હાલની અંદાજિત બજાર કિંમત રૂ. ૬,૦૦,૦૦,૦૦૦(અંકે રૂપિયા છ કરોડ )જેટલી થવા જાય છે.આ દબાણો દૂર થતા પ્રવાસીઓ તેમજ રાહદારીઓને ર્પાકિંગ અને પહોળા રસ્‍તાની સુવિધા ઉપલબ્‍ધ થશે.

(12:05 PM IST)