News of Tuesday, 18th June 2024
સૌથી વધુ ગુજરાતી હોરર નવલકથાઓ લખનાર પ્રતિષ્ઠીત લેખક ગોલીબારની નવલકથા ‘કાળ કુંડળી'નો અંગ્રેજીમાં અનુવાદ
ગુજરાતી ભાષામાં લખાયેલ કોઈ હોરર નવલકથાનો અંગ્રેજીમાં અનુવાદ થઈ રહ્યો હોય તેવો પહેલો પ્રસંગઃ અગાઉ હિન્દી, સિન્ધી, ઉર્દુ, મરાઠી, તમિલ, તેલગુ, કન્નડમાં અનુવાદ થઈ ચૂકયો છેઃગૌરવરૂપ ઘટના

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૮: ગુજરાતી ભાષામાં વર્ષોથી એકપણ જાહેરખબર વિનાનુ સુપ્રસિદ્ધ સામયિક ‘ચક્રમ-ચંદન'નાં તંત્રી શ્રી ગોલીબારના પુત્ર મોહસિન ગોલીબારના જણાવ્યા અનુસાર હોરર નવલકથાની વાત આવે તોᅠ ગુજરાતી ભાષામાં સહુથી વધુᅠ ગોલીબાર- ભોલાભાઈ ગોલીબાર છે. આજે આપ મિત્રોને એક ખુશ ખબરી આપવી છે. એચ.એન.ગોલીબારની નવલકથા ‘કાળ કુંડળી'નો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતી ભાષામાં લખાયેલી કોઈ હોરર નવલકથા અંગ્રેજીમાં અનુવાદ થઈ રહી હોય એવો આ પહેલો પ્રસંગ છે. બેંગ્લોરના બ્લાફટ પબ્લિકેશન પ્રાઇવેટ લિમટેડ દ્વારા આ નવલકથાનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવી રહ્યો છે. ઘણા લાંબા સમયથી ઈચ્છા હતી કે, પપ્પાની નવલકથા અંગ્રેજીમાં અનુવાદ થાય. અગાઉ હિન્દી , સિંધી, ઉર્દૂ, મરાઠી, તમિલ ,તેલુગુ અને કન્નડમાં તો થઈ ચૂકી હતી. બ્લાફટᅠ પબ્લિકેશન દ્વારા એક સર્વે કરાવવામાં આવ્યો જેમાં ગુજરાતીમાં હોરર નવલકથા લખનાર સહુથી લોકપ્રિય લેખક કોણ? ટોપ પર નામ આવ્યું એચ.એન. ગોલીબારનું. એમણે અમારો સંપર્ક કર્યો. અમે એમને એચ.એન.ગોલીબારની ‘છાયા પડછાયા' , રાત રાણી, ‘જંતર મંતર' અને ‘કાળ કુંડળી' મોકલી જેમાંથી એમને ‘કાળ કુંડળી' નવલકથાને અગ્રેજીમાં અનુવાદ કરવા માટે પસંદ કરી. હું એક અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત હતો તો મે બ્લાફટ પબ્લિકેશન સાથે કો-ઓર્ડીનેટ કરવાની જવાબદારી મારી દીકરી નૌશીન ગોલીબાર અને દીકરા કૈસ ગોલીબારને આપી. ગોલીબારની આ પાંચમી પેઢીએ આ કામ સુપેરે પાર પાડી દીધું. આમ તો મારા પપ્પાની સાથે રોજ સત્સંગ કરું એટલે મારે તો રોજ ફાધર્સ ડે પણ..આ ફાધર્સ ડે પર મારા તરફથી મારા માર્ગદર્શક પપ્પા, મારા ગુરૂ ,મારા મિત્ર, એચ.એન.ગોલીબાર-ભોલાભાઈ ગોલીબારને આ નાનકડી ભેંટ..લવ યુ પપ્પા...આ નવલકથા નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. Thanx a lot Rakesh Khanna, Translator vibhavari and team Blaft Publication.Bhola bhai Golibar pic by Sanjay M Vaidya. (
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
