News of Tuesday, 18th June 2024
ખંભાળીયા-ભાણવડ પંથકના અનેક વિસ્તારોમાં ભીમ અગીયારસનાં વાવણીના શ્રી ગણેશ
ઘણા લાં...બા સમય પછી આ વિસ્તારમાં ભીમ અગીયારસનું વાવણીનું મુહૂર્ત સચવાયું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૮ : ચોમાસામાં અગાઉ ભીમ અગિયારસ પહેલા થોડા સમયમાં વરસાદ વાવણી લાયક પડતા વર્ષો પહેલા ખેડૂતો આનંદ ઉત્સાહ સાથે ભીમ અગિયારસની વાવણી કરીને ‘વાવણી ઉત્સવ' મનાવતા હતા પરંતુ કેટલાક વર્ષોથી પ્રદુષણ અને અનિયમિત વરસાદની આ મુહૂર્ત સાચવાતુ ન હતું. પણ ભાણવડ ખંભાળિયા તાલુકાના અનેક વિભાગોમાં રવિવારે વરસાદ વાવણી લાયક અઢીથી દસ ઇંચ પડતા તથા હજુ વરસાદની આગાહી સંભાવના તથા વાતાવરણ હોય આજે ભીમ અગિયારસથી વાવણા શરૂ થઇ ગયા હતા.
જો કે આ વખતે અગિયારસ સોમવાર તથા મંગળવાર બન્ને દિવસ હોય ગઇકાલે પણ ખેડૂતોએ વાવણી કરતા હતા તો ગઇકાલે વરસાદ ના પડતા ખેતરમાં વાવણી થાય તેવું હોય આજે પણ મોટી સંખ્યામાં ખેડૂતોએ વાવણી કરી હતી તથા સોશ્યલ મીડીયામાં પણ ફોટો વીડીયો છવાઇ ગયા હતા !!
કેશોદ ખંભાળિયાના પ્રગતિશીલ ખેડૂત મોહનભાઇ મોકરીયાએ જણાવેલ કે ગ્લોબલ વોર્મિંગના યુગમાં વરસાદ અનિયમિત છે ત્યારે લાંબા સમય ભીમ અગિયારસે વાવણી થઇ છ.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
