News of Tuesday, 18th June 2024
ર૪ મી સુધી હળવો વરસાદઃ ર૭ થી ૩૦ જુન સુધી નોંધપાત્ર વરસાદ ખાબકશેઃ ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાની આગાહી
વરસાદી વાદળા ખંભાળીયામાં વધુ સમય રોકાતા ૧૦ ઇંચ વરસાદ પડયો'તો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૮: દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં તાજેતરમાં પોણા દસ ઇંચ વરસાદ ર૪ કલાકમાં પડી ગયો હતો ત્યારે હવામાનના અભ્યાસુ કનુભાઇ કણઝારીયાએ આ બાબતે જણાવ્યું હતું કે હજુ રર/૨૪ સુધી હળવો વરસાદ પડશે પણ સાચુ ચોમાસું દેવભુમી દ્વારકા જીલ્લા તથા હાલારના કેટલાક વિસ્તારોમાં ૨૭ થી ૩૦ જુન સુધી રહેશે. જેમાં નોંધપાત્ર વરસાદ પડશે તથા ડેમો, તળાવો, ચેકડેમોમાં પણ નોંધપાત્ર પાણીનો જથ્થો આવશે.
રવિવારે પડેલો વરસાદ બે-ત્રણ મોટા વાદળા અહીથી પસાર થવાના હોય એકાદ દોઢ ઇંચ વરસાદ પડવાની સંભાવના હતી પણ વાદળો અહી વધુ સમય રોકાઇ જતા સાતેક ઇંચ વરસાદ પડી ગયો હતો. આ વાદળો ખંભાળીયા નજીકના વિસ્તારમાં વરસાદ પાડે એટલા જ હોય અન્ય વિસ્તારોમાં વરસાદ પડયો ન હતો!!
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
