<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

વિસાવદરમાં લાંબી પ્રતિક્ષા બાદ મેઘરાજાનુ આગમન : સાર્વત્રિક પાણી..પાણી..

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૮ : વિસાવદરમાં આજે બપોરે ૧૩:૨૨ કલાકથી મેઘરાજાનુ આગમન થયુ છે..ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા સાર્વત્રિક પાણી..પાણી થઈ ગયુ છે.

લાંબી પ્રતિક્ષા કર્યા બાદ આખરે મેઘરાજાની પધરામણી થતા લોકો આનંદથી ઝુમી ઉઠયા છે. આગ ઝરતી ગરમીથી ત્રસ્ત લોકો વરસાદમાં બહાર નિકળી ગયા છે. બાળકો સહિત અબાલ-વૃધ્ધ સૌ આનંદથી વરસાદમાં પલળી રહ્યાના અનેરા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

વિસાવદર શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય અને ગીર વિસ્તારમાં પણ વરસાદના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે...મેઘાની પધારામણીથી જગતનો તાત ખુશખુશાલ છે.

(2:35 PM IST)