તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
ધ્રોલના વાગુદડ રોડ પર બે બાઇક વચ્ચે ટક્કર : ધ્રોલના અનિકેત વાઘેલાનું મોત : ૧ ગંભીર : ૨ને નાની-મોટી ઇજા
સામેના બાઇકમાં સવાર ત્રણ મજૂરોને પણ ઇજા પહોંચતા જામનગર સારવારમાં ખસેડાયા

ધ્રોલ : તસ્વીરમાં મૃતક યુવકનો મૃતદેહ, ફાઇલ ફોટો, ઇજાગ્રસ્તો તથા હોસ્પિટલે લોકો નજરે પડે છે. (તસ્વીર : સંજય ડાંગર, ધ્રોલ)
(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૯ : ધ્રોલના વાગુદડ રોડ પર બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માતમાં ધ્રોલના અનિકેત ગોવિંદભાઈ વાઘેલા(ઉ.૨૦)નું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. જયારે અન્ય એકને ગંભીર ઈજાઓ થઈ છે તેમજ બાળક સહિત બે ને નાની-મોટી ઈજાઓ થતા તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધ્રોલના વાગુદડ રોડ પર ગઈકાલે બે મોટરસાયકલ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બહુચરાજી વેલ્ડિંગમા નોકરી કરતા ધ્રોલના અનિકેત ગોવિંદભાઈ વાઘેલા પોતાનું બાઈક (નં.જી.જે. ૧૦ સીએફ ૬૯૨૩) લઈને વાગુદડ ગામે વેલ્ડિંગ કામ કરવા માટે જતા હતા.
ત્યારે સામેથી ત્રણ ખેતમજુર જેવા લાગતા વ્યક્તિઓᅠપુરપાટ ઝડપે બાઈક (નં.જી.જે. ૦૧ પીએ ૦૬૧૯) આવતા બંને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાᅠ કુલ ૪ વ્યકિતને ઈજાઓ પહોચી હતી.
જેમાં ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતા અનિકેત ગોવિંદભાઈ વાઘેલા( ઉ. ૨૦)ને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનુ મોત થયુ હતુ. સામે બાઈકમા ત્રણ ખેત મંજુરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેઓને તાત્કાલીક સારવાર માટે જામનગર હોસ્પિટલમા ખસેડયા હતા.
ધ્રોલ પોલીસની ટીમ ધ્રોલના સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. અનિકેત વાઘેલાને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ કરી કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
