તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
શિહોરના પીપરલા ગામે યુવાનની હત્યા
ગઇ સાંજે દિપક કોળી ઉપર છરી વડે હૂમલો કરી આરોપીઓ નાસી ગયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૮ : સિહોર નજીક પીપરલા ગામના વાડી વિસ્તારમાં ગઈકાલે સાંજે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી હત્યા કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતોᅠ
માહિતી મુજબ પીપરલા ગામના વાડી વિસ્તારમાં ગઈકાલે સાંજે દીપકભાઈ પ્રભુભાઈ ચૌહાણ ઉ.વ .૪૦ (રહે રાજગોર ની શેરી સિહોર) નામના યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી દઈ ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યા હતા. આ બનાવની જાણ થતા જ શિહોર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે સિહોર હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. બનાવવાની જાણ થતાં કોળી સમાજના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા. આ બધા અંગે સિહોર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
મોરચંદ ગામેથી દારૂ ઝડપાયો
ઘોઘા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે મોરચંદ ગામની કપુરીયુ વાડી વિસ્તારમાં દરોડો પાડી વાડીની ઓરણીમાં રાખેલ વિદેશી દારૂની નાની મોટી ૮૦ બોટલ, કિં. રૂ.૧૫,૬૦૦ᅠ સાથે યોગેન્દ્રસિંહ ઉર્ફે લાલભા અનિરુદ્ધસિંહ ગોહિલ ( રહે. મોરચંદ, તા. ઘોઘા ) ને ઝડપી લઇ વિદેશી દારૂ નો ઝગતો પૂરો પાડનાર પ્રદિપસિંહ ઉર્ફે પદો કિરીટસિંહᅠ ગોહિલ વિરૂદ્ધ પણ પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દાઠા ગામમાં કાર અને ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
દાઠા પોલીસ સ્ટાફ દાઠા-બરોડા રોડ પર વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, દાઠા ગામમાં રહેતો પરાક્રમસિંહ સરવૈયા ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી તેના રહેણાકી મકાનના વંડામાંᅠ ઉતારે છે. આ બાતમીના આધારે દાઠા પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા ત્યાં હાજર યુવરાજસિંહ સરવૈયા અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો જયારે કારમાં ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો જયદીપસિંહ વિરમદેવસિંહ ગોહિલ ( રહે. લાકડીયા, તા. ઘોઘા ) ભાગવા જતાં તેને ઝડપી લીધો હતો. દાઠા પોલીસે કારની અંદર તપાસ કરતા કારની પાછળની સીટના ભાગે વિદેશી દારૂના ૧૨૦ નંગ ચપટા, કિ. રૂ.૧૨,૦૦૦ᅠ મળી આવ્યા હતા.
ᅠવિદેશી દારૂ સાથે ઝડપાયેલા ઈસમની પૂછપરછ કરતા ઇંગ્લિશ દારૂનો વધુ જથ્થો યુવરાજસિંહ સરવૈયાના મકાનમાં ઉતરેલો હોવાનું જણાવતા આ શખ્સને સાથે રાખી મકાનમાં તપાસ કરતા રૂમની અંદર છુપાવી રાખેલ ઇંગ્લિશ દારૂની ૧૧૯ બોટલ કિં. રૂ.૩૫,૭૦૦ મળી આવી હતી. આ શખ્સની વધુ પૂછપરછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો એક શખ્સ લાકડીયા ગામના પાટિયા પાસે આપી ગયેલ હોવાનું જણાવ્યું હતું.
ᅠપોલીસે ઇંગ્લિશ દારૂની નાની મોટી ૨૩૯ બોટલ, કિં. રૂ.૪૭,૭૦૦ᅠ કાર તેમજ એક મોબાઇલ મળી કુલ રૂ.૪,૦૭,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી જયદીપસિંહ ગોહિલ (રહે.લાકડીયા, તા. ઘોઘા) યુવરાજસિંહ પરાક્રમસિંહ સરવૈયા (રહે. દાઠા, તા.તળાજા) તેમજ દારૂનો જથ્થો આપનાર શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
