<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

કચ્‍છમાં ડ્રગ્‍સના દરિયામાં અ..ધ..ધ.. ભરતી : વધુ ૩૧ પેકેટ સાથે ૧૦૦ કરોડની કિંમતના કુલ ૧૮૨ પેકેટ મળ્‍યા

દરિયા મારફત મંગાવાતા ડ્રગ્‍સ પાછળ માસ્‍ટર માઇન્‍ડ કોણ ? તપાસનો ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ : સરહદી સુરક્ષા અને કેફી દ્રવ્‍યોની દાણચોરી સામે અનેક પ્રશ્નો સર્જતી પરિસ્‍થિતિ કચ્‍છના દરિયા કિનારે સર્જાઈ છે. સતત ડ્રગ્‍સની ભરતી ચાલુ હોય એમ ડ્રગ્‍સના પેકેટ મળી રહ્યા છે. અબડાસા, લખપત અને માંડવી વચ્‍ચેની કાંઠાળ પટ્ટી ઉપર બીએસએફ, મરીન પોલીસ તેમજ પોલીસને સતત ડ્રગ્‍સના પેકેટ મળી રહ્યા છે. ગઇકાલે મંગળવારે બીએસએફ ને જખૌ નજીક દરિયામાં શેખરણ પીર ટાપુ ઉપરથી ૨૧ પેકેટ જયારે જખૌ પોલીસને પિંગ્‍લેશ્વર ના દરિયા કિનારેથી ૧૦ પેકેટ મળી આવતાં એક જ દિવસમાં ૩૧ ડ્રગ્‍સના પેકેટ મળી આવ્‍યા હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલો ચરસની કિંમત અંદાજિત ૫૦ લાખ ઉપર ગણતા ૧૫.૫૦ કરોડ રૂ.નો આ જથ્‍થો બિનવારસુ મળી આવ્‍યો છે. અત્‍યાર સુધી છેલ્લા ૧૫ દિવસમાં ચરસના ઝડપાયેલ જથ્‍થાનો કુલ આંકડો ૧૮૨ પેકેટ છે. એ દર્શાવે છે કે, કચ્‍છના દરિયામાં ડ્રગ્‍સની ભરતી કેટલી મોટી આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ બિનવારસુ ઝડપાયેલ ચરસની કિંમત અંદાજિત ૧૦૦ કરોડ રૂપિયા જેટલી થાય છે.

ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવા અહીં દરિયા દ્વારા મંગાવતા ડ્રગ્‍સ પાછળ માસ્‍ટર માઇન્‍ડ કોણ છે? દેશની સુરક્ષા તેમ જ ઉગતી નવી પેઢીને કેફી દ્રવ્‍યોના રવાડે ચડાવી પ્રોક્ષી યુદ્ધ જેવી પરિસ્‍થિતિ સર્જનાર રાષ્ટ્ર દ્રોહી તત્‍વોને ઝડપવા ભારતીય સુરક્ષા એજન્‍સીઓ એક બને એ જરૂરી છે.(

(11:00 AM IST)