<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

દીકરીએ પ્રેમલગ્ન કરી લેતાં આઘાત પામેલી માતાએ જાતે સળગીને જીવ દીધો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૯:  સંતાનોની હઠ અને માવતરોની જીદ્દ અણધાર્યા આઘાતો આપે છે. કચ્‍છના બળદિયા (તા.ભુજ) મધ્‍યે દીકરીએ પ્રેમલગ્ન કરી લેતાં આઘાત પામેલી માતાએ જાતે જ સળગી જીવ દઈ દીધો હતો. અહીં રહેતા ૩૯ વર્ષીય ભારતી બેન મૂળજી મકવાણાની ૨૦ વર્ષીય યુવાન દીકરીને અન્‍ય યુવાન સાથે પ્રેમ સબંધ હોઈ જાતે જ લગ્નનો નિર્ણય કરી પ્રેમલગ્ન કરી લીધા હતા. યુવાન દીકરીએ કરેલ લગ્નના કારણે આઘાત પામેલ માતા ભારતીબેને પોતાના ઘેર પોતાની ઉપર કેરોસીન છાંટી અને આંગ ચાંપી દીધી હતી.

અગનજવાળા માં ભડ ભડ સળગી જનાર માતાને પહેલાં ભુજ અને બાદમાં અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા. પણ, કમનસીબે તેમનું મોત નિપજયું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:01 AM IST)