તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
લોધીકા પાસે બાઇક રોડના ખુંટા સાથે અથડાતા સગીરનું મોત

રાજકોટ, તા., ૧૯: લોધીકા પાસે ચાંદલી રોડ ઉપર બાઇક રોડના ખુંટા સાથે અથડાતા ચાલક સગીરનું મોત નિપજયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ લોધીકા-કોઠા પીપળીયા રોડ ઉપર મયુરભાઇ ઘેટીયાની વાડીએ રહેતા વેસ્તાભાઇ વાસ્કેલા રે.એમપીનો પુત્ર રાયસીંગ (ઉ.વ.૧પ) બાઇક નં. એમપી ૬૯એમઇ ૬૩૪૪ લઇ લોધીકા-ચાંદલી રોડ ઉપર જતો હતો. ત્યારે બાઇક રોડના ખાંભા (ખુંટા) સાથે અથડાતા સગીર રાયસીંગને માથામાં ગંભીર ઇજા થતા મોત નિપજયું હતું. બનાવ અંગે મૃતકના પિતા વેસ્તાભાઇની ફરીયાદ ઉપરથી લોધીકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
