તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
ગોંડલમાં ધરમ ‘ગરમ' થઇ ગયોઃ નાના ભાઇ પ્રવિણને પાવડાથી માર માર્યો

રાજકોટ તા. ૧૯: ગોંડલમાં સબ જેલ પાછળ વ્હોરા કોટડા રોડ પર રહેતાં પ્રવિણ રતુભાઇ સોલંકી (ઉ.વ.૨૫)ને તેના નાના ભાઇ ધરમ ઉર્ફ ધમાએ પાવડાથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોૈફિકભાઇ જુણાચે ગોંડલ બી-ડિવીઝનમાં જાણ કરી હતી. પ્રવિણ ભંગારનો ધંધો કરે છે. તેની ઘરવાળી અને મોટા ભાઇ ધરમની ઘરવાળી વચ્ચે બોલાચાલી થતાં તેમાં ધરમ ગરમ થઇ ગયો હતો અને ઘા કરી લીધો હતો તેમ જણાવાયું હતું.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
