તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
ડ્રગ્સની હેરાફેરીના મુદ્દે કચ્છ કોંગ્રેસ આકરા પાણીએ : ગૃહમંત્રીનું માંગ્યું રાજીનામુ
યુવાધન બરબાદ થઇ રહ્યું છે સરકારની તમામ એજન્સીઓ નિષ્ફળ હોવાનો આક્ષેપ : ભુજમાં ધરણા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ : કેન્દ્ર તથા ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારથી કચ્છ જિલ્લો ડ્રગ્સની હેરાફેરી માટે ડ્રગ્સ માફિયાઓ માટે અને રાષ્ટ્ર વિરોધી તત્વો માટે સ્વર્ગ સમાન બની રહ્યું છે જે ભવિષ્ય માટે ખતરા રૂપ છે. કચ્છના અદાણી બંદરે લાખો કરોડોનું ડ્રગ્સ પકડાય છે ત્યારબાદ હાલમાં કચ્છ જિલ્લાના ગામડાઓમાં પણ ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે તેવા સંજોગોમાં ખરેખર ભાજપની ડબલ એન્જિનની સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહજી ગોહિલના આદેશથી ગુજરાત પ્રદેશ કામદાર કર્મચારી કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ સોલંકી તથા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં જિલ્લા મથક ભુજ મધે જયુબલી ગ્રાઉન્ડ ખાતે ધરણાનો ઉગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં લોકજાગૃતિ ના ભાગરૂપે વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને જબરો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે ભરતભાઈ સોલંકી તથા યજુર્વેન્દ્રસિંહ જાડેજાએ રોષપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છના દરિયાકિનારે તો ઠીક પણ હવે ગામોમાં પણ ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે તેના પરથી સાબિત થાય છે કે કેન્દ્ર તથા ગુજરાતની સરકારો ડ્રગ્સ માફિયા ઓને ખુલ્લુ પ્રોત્સાહન આપી અને એજન્ટની ભૂમિકા ભજવી રહી છે જેનાથી કચ્છનો યુવાધન બરબાદ થઈ રહ્યો છે જેના માટે જવાબદાર ભાજપ સરકારની નિષ્ફળતા છે.
ડ્રગ્સની આસાનીથી હેરાફેરી થઈ રહી છે તેના પરથી સાબિત થાય છે કે કેન્દ્ર તથા રાજય સરકારની તમામ એજન્સીઓ નિષ્ફળ નિવડી છે સરકારમાં બેઠેલ ગુજરાત રાજયના ગૃહમંત્રીએ ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ એવી માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી આ સાથે 'ડ્રગ્સ માફિયાની દલાલી બંધ કરો...'
'ગૃહમંત્રી રાજીનામું આપો'
'યુવાધન બચાવો દેશ બચાવો'
'કચ્છને ડ્રગ્સની બદનામીથી બચાવો' જેવા સૂત્રોચાર કરી ઉગ્ર વિરોધ કર્યો હતો.ઙ્ગ
આ વિરોધ કાર્યક્રમમાં ભરતભાઈ સોલંકી, યજુર્વેન્દ્રસિંહ જાડેજા, ધીરજ ગરવા,ઙ્ગ રફીકભાઇ મારા, રામદેવસિંહ જાડેજા, ચેતન જોશી, જુમાભાઇ નોડે, નિતેશ લાલણ, ગનીભાઈ કુંભાર દશરથસિંહ જાડેજા દેવેન્દ્રસિંહ જેઠવા લાખાજી સોઢા કિશોરદાન ગઢવી, ડો.રમેશ ગરવા, ઇલ્યાસભાઈ ઘાંચી, પુષ્પાબેન સોલંકી, લક્ષ્મણભાઈ વાઘેલા, કાસમ સમા, રાજેશ સોની, હાસમ સમા, અશરફ સૈયદ, યોગેશ પોકાર, રજાક ચાકી, હરીસિંહ રાઠોડ, શેરબાનુ ખલીફા ઘનશ્યામસિંહ ભાટી જેબુનીશા ખત્રી, સીમા રાજપૂત, શેહઝાદ સમા, સબીર કુરેશી, નવીન હેંગણા ભીખાભાઈ ખલીફા, સોનલબેન બોરીચા, નરેશ ફુલીયા ભગત આદમભાઈ કુંભાર, ઉમેશભાઈ બોલીયા વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા એવું જિલ્લા પ્રવકતા ગનીભાઈ કુંભારની યાદી દ્વારા જણાવાયું છે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
