તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં જામનગર કલેકટર કચેરી ખાતે પાણી પુરવઠા વિભાગની બેઠક યોજાઇ
જિલ્લાના પીવાના પાણીને લગતી રજુઆતોનું નિરાકરણ લાવવા મંત્રીએ જરૂરી સૂચનો કર્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૧૯ : જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કળષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર બી.કે.પંડ્યાની ઉપસ્થિતમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જામનગર જિલ્લાના લોકોની પીવાના પાણીની રજુઆતોનો તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા મંત્રીએ સૂચનો કર્યા હતા.
જરૂરિયાતવાળા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવી, જે જગ્યાએ કામ ચાલુ હોય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, જે વિસ્તારોમાં વધારે પાણીની જરૂરિયાત જણાય ત્યાં વ્યવસ્થા કરવી તેમજ લોકોની કોઈ સમસ્યાઓ હોય તો તેનો નિકાલ લાવવા અંગે મંત્રીએ લગત અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ દરેડમાં વીજ કનેક્શનમાં આર કોડ આપવો, દિગ્વિજય ગામે ટાંકી રિપેરિંગનું કામ, રાવલસર ગામે બોરમાં મોટર મૂકવા અંગેની લોકરજુઆતોનું નિરાકરણ લાવવા ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, પાણી પૂરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર રંગુનવાલા, અધિકારીઓ તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
