તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાના વિજ પ્રશ્નો અંગે સમીક્ષા કરતા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ
વીજપ્રશ્નો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી તેનો નિકાલ લાવવા મંત્રીનું સૂચન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૯: રાજ્યના કળષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વીજળીને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ લોકોની રજૂઆતોના નિરાકરણ માટે કલેકટર કચેરીના સભાખંડમા જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાની ઉપસ્થિતમા પીજીવીસીએલના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં મંત્રીને મળેલ લોકોની રજૂઆતો તથા પ્રશ્નોની વિસ્તળત ચર્ચા કરી પ્ર‘ોનું નિરાકરણ લાવવા લગત અધિકારીને જરુરી સૂચનો કર્યા હતા.
બેઠકમા સ્માર્ટ મીટર લગાવવા અંગે લોકોમાં જાગળતતા લાવવા તેમજ તે સંબંધિત રજૂઆતોનું નિરાકરણ લાવવા, પ્રી-મોન્સુન કામગીરી કરવા અંગે, વીજ વાયરો બદલાવવા, લોકોની લો વૉલ્ટેજની ફરિયાદોનું નિરાકરણ લાવવું, વીજ ફિડરો આપવા અંગેની આવેલી રજુઆતોનો ઉકેલ લાવવા અધિકારીઓને સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, પીજીવીસીએલના અધિકારી, સંલગ્ન કાર્યપાલક ઇજનેરઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
