તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
જુનાગઢની ભાગ્યશ્રી ડાંગરનો વિશ્વની બ્રાયોફાઇટ સ્પેશ્યાલિસ્ટ ગ્રુપમાં સમાવેશ
દ્રિઅંગી વનસ્પતિઓ પરના સંશોધન પ્રદાન બદલ મેળવેલ સિધ્ધી

જુનાગઢ તા.૧૯: ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા કીટકભક્ષી વનસ્પતિનું સંશોધન કર્યુ હતુ. આવુ જ એક સંશોધન જૂનાગઢની દિકરી કુ. ભાગ્યશ્રી ડાંગર કરી રહી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કંઝર્વેશન સ્ટડીઝ માં જુનિયર રિચર્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કુ.ભાગ્યશ્રી ડાંગરને ગિરનારના જંગલમાં થતી બ્રાયોફાઈટ એટલે કે દ્વિઅંગી વનસ્પતિઓ પરના સંશોધન પ્રદાન બદલ ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) દ્વારા વિશ્વની બ્રાયોફાઈટ સ્પેશિયાલિસ્ટ ગ્રુપમાં સમાવેશ કરાયો છે. કુ. ભાગ્યશ્રી ડાંગર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ભવનમાં ડો.રાજેશ રવિયાના માર્ગદર્શન હેઠળ વનસ્પતિ શાષામાં Ph.D કરી રહેલ છે કુ.ભાગ્યશ્રી ડાંગર વિશ્વના બ્રાયોફાઇટ સ્પેશિયાલિસ્ટ ગ્રુપમાં ગુજરાતની પ્રથમ તથા ભારતભરમાથી સૌથી યુવા વૈજ્ઞાનિક છે. તેઓની આ કાર્ય સિદ્ધિ બદલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો (ડો)ચેતન ત્રિવેદીએ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે કુ.ભાગ્યશ્રી ડાંગરના સંશોધનથી વિશ્વકક્ષાએ યુનિવર્સિટીને ગૌરવ પ્રાપ્ત થયું છે.તથા યુનિવર્સિટી ખાતે શરૂ થયેલ નવીન વાઇલ્ડ લાઇફ રીચર્સ સેન્ટર ખાતે ચાલતા સંશોધનને વેગ મળશે.
ગિરનારના જંગલમાં ૬૫૦ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. જેમાંની મોટાભાગની વનસ્પતિ લોકજીવનની જરુરતો સંતોષે તેવી હોય છે. સાથે જ ગીરનારના જંગલમાં ૩૦૦ જાતના પક્ષીઓ નિવાસ કરે છે. પક્ષીઓ સાથે ૫૬ પ્રકારના સરિસળપો અને ઉભયજીવીઓ એટલે કે જે પાણી અને જમીન બન્ને પર રહી શકે તે પણ ગિરનારના જંગલમાં પ્રાપ્ય છે. ગિરનારનું જંગલ કુલ ૧૮૨ ચો.કિમી.માં પથરાયેલું છે. આ વિસ્તારમાં ઘણાખરા અજાયબી જેવા જીવો પણ જોવા મળતા રહે છે. આમ જોઈએ તો કુદરતે જે પણ ઇકો સિસ્ટમ નિર્માણ કરી છે તેને ચેડાં કરવાને બદલે તે આપણાં માટે અતિ ઉપયોગી છે આ સત્યને સ્વીકારીને પ્રકળતિ સાથે આત્મીયતા પૂર્વકનું જીવન વ્યતીત કરવું જોઈએ.
સમસ્ત બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓ માટે
પ્રફુલભાઈ ત્રિવેદી,પ્રમુખ,સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લા તેમજ કિરણભાઈ પુરોહિત મહામંત્રી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લા ની યાદી જણાવે છે કે સોરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રર્સ્ટં છેલભાઈ જોશી (ઉપ પ્રમુખ), સોરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટના માર્ગદર્શન નીચે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ના તેજર્સ્વીં ર્ંવિદ્યાર્થી સન્માર્નં કાર્યક્રમ આયોજન થવાનું છે. ધોરણ ૧૦/૧૨/તથા કોલેજની કોઈપણ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ એ માર્કશીટ ની નકલ ૩૧/૦૮/૨૦૨૪ સુધીમાં માર્કશીટ મોકલવાનું સરનામું ડીજી મહેતા સ્ટેશન રોડ, સમસ્ત બ્રહ્મસમાજ ર્બોડિંગ, અમરેલી છે.
યોગ શિબિર
તા.૨૧મી જુનના રોજ આંતરાષ્ટ્રીય યોગદિન નિમિતે સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર, તળાવ દરવાજા, શ્રી રામ-કૃષ્ણ પરમહંસ માર્ગ ખાતેના પ્રાર્થના મંદિર ખંડમાં સવારે ૭ થી ૫ વાગ્યા દરમ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
