તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
વિસાવદરને વર્ષોથી પીવાનુ પાણી પુરૂ પાડતો સતાધારનો કુવો આકરા ઉનાળાના કારણે ડુકી ગયોઃ ધોધમાર વરસાદની કાગડોળે રાહ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૯:વિસાવદરની પાણીની સમસ્યાનો ઉકેલ ચોમાસાના ભરપૂર વરસાદથી ડેમ છલોછલ ભરાય તો પાણીના તળ ઉંચા આવે, બોર-કૂવા જીવંત થાય એના પર નિર્ભર છે. વિસાવદર શહેરમાં પાણી પુરુ પાડતો કૂવો સતાધારમાં છે. જો કે, આકરા ઉનાળાના લીધે કુવામાં પાણી ડુકી ગયું છે જેથી આ સ્થિતિનું નિર્માણ થયું હોવાનું તારણ છે.
સતાધાર ખાતેનો આંબાજળ ડેમ વરસાદના પાણીથી છલોછલ ભરાય તો પાણીના તળ ઉંચા આવી શકે છે. ડેમ સંપૂર્ણ ભરાય તો બોર, કૂવા જીવંત થઈ શકે છે. આ ડેમ ચોમાસામાં જ વરસાદી પાણીથી છલોછલ થશે. આંબાજળ ડેમ સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી અંદાજિત કુલ ક્ષેત્રફળના ત્રીસ ટકા જ ભરાયાનુ અને હજુ સીતેર ટકા ખાલીખમ હોવાનુ જાણકારો કહી રહ્યા છે. વિસાવદર શહેરની પ્રજાનો હવે ત્રણ દિવસે પાણી વિતરણની સમસ્યાનો ઉકેલ સામાન્ય રીતે ચોમાસાનુ ભરપૂર આગમન ગણાવાઈ રહ્યુ છે ત્યારે લોકો ધોધમાર વરસાદની આગમનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
સતાધાર ખાતેનો આંબાજળ ડેમ સને-૧૯૭૬માં બનાવવામાં આવ્યો હતો. જે ચોમાસામાં વરસાદના પાણીથી છલોછલ થઈ જતો હોય છે. જેથી પાણીના તળ ઉંચા આવે છે અને બોર-કૂવા જીવંત થઈ જતા હોય છે.ᅠ જો કે,ᅠ ઉનાળાની સીઝનમાં હવે ડેમ મોટાભાગે તળિયા ઝાટક થઈ જતો હોય જે ચિંતાનો વિષય છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
