<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

જુનાગઢમાં મહારાજ ફિલ્‍મ સામે પૂ.ગોસ્‍વામી ૧૦૮ શ્રી વ્રજેન્‍દ્રરાય મહોદય (રવિબાવા)ની આગેવાનીમાં કલેકટરને આવેદન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૯: જુનાગઢમાં મહારાજ ફિલ્‍મ સામે પૂ. ગોસ્‍વામી ૧૦૮ શ્રી વ્રજેન્‍દ્રરાય મહોદય (રવિબાવા)ની આગેવાનીમાં જુનાગઢમાં વૈષ્‍ણવ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.

આવેદન પત્રમાં વધુમાં જણાવ્‍યું છે કે, મહારાજ ફિલ્‍મ,પ ્રસારિત થવા જઈ રહેલ છે અને વૈષ્‍ણવ સંપ્રદાયના ધર્મગુરૂને વિલન બનાવવાની માનસિકતાથી બનાવી લાગણી દુભાવી છે.એક હિન્‍દુ ધર્મ અને તેના સમાવિષ્ટ વૈષ્‍ણવ સંપ્રદાય, વૈષ્‍ણવ સંપ્રદાયના આચાર્ય તેમજ સનાતન હિન્‍દુ ધર્મના આચાર્યો, ગુરૂ, સંતો, મહંતોનું પાત્ર દર્શાવીને સનાતન હિન્‍દુ ધર્મમાં ખાસ કરીને વૈષ્‍ણવ સંપ્રદાય સમાજની લાગણીઓને ઠેસ પહોચાડી છે. આ ફિલ્‍મ યુવા પેઢીને વૈદિક સનાતન હિન્‍દુ ધર્મ તરફ ગેરમાર્ગે લઇ જવાનો પ્રયાસ છે. આ ફિલ્‍મમાં ભગવાન શ્રીકળષ્‍ણ ઉપર પણ અભદ્ર ટિપ્‍પણી કરવામાં આવી છે.

આ ફિલ્‍મ ૧૫૦ વર્ષ પહેલાના કોર્ટ કેસ પર આધારિત છે અને તે સમયે અંગ્રજોનું શાસન હતું. તેઓ હિન્‍દુ સમાજને તોડવા માંગતા હતા. ત્‍યારે ૧૫૦ વર્ષ પછી કેસ દ્વારા હિન્‍દુ ધર્મનું અપમાન કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે આગામી દિવસમાં TV ચેનલ “NETFLIX” ઉપર સિદ્ધાર્થ પી. મલ્‍હોત્રા દ્વારા નિર્દેશિત અને યશ રાજ ફિલ્‍મ (YRF) એન્‍ટરટેઈનમેન્‍ટ હેઠળ આદિત્‍ય ચોપડા દ્વારા નિર્મિત “MAHARAJ” (મહારાજ) ફિલ્‍મ રલીઝ થનાર છે. આ ફિલ્‍મ સનાતન હિંદુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડી તેમજ યુવા પેઢીને હિંદુ ધર્મથી ગેરમાર્ગે લઈ જવાનો અશોભનીય પ્રયત્‍ન  છે.  હિન્‍દુ સનાતન ધર્મ ની આલોચના કરવામાં આવી તે બાબત ને લઈને મહારાજ ફિલ્‍મ કોઈ પણ પ્‍લેટ ફોર્મ પર રિલીઝ ન થવી જોઈએ તેવી માંગ કરી છે.

વૈષ્‍ણવ સમાજમાં સારી લોક ચાહના ધરાવતા વૈષ્‍ણવ અગ્રણી પ્રતિષ્‍ઠીત વેપારી પરાગભાઇ રાયચુરા, વૈષ્‍ણવ અગ્રણી બિલ્‍ડર, ગૌરવભાઇ રૂપારેલીયા, વૈષ્‍ણવ અગ્રણી  અજીતભાઇ, અગ્રણી વેપારી ભાવેશ ભાઇ વિઠલાણી, વેષ્‍ણવ અગ્રણી વિનુભાઇ કંટારીયા, શશીભાઇ રૂપારેલીયા વિશાળ સંખ્‍યામાં વૈષ્‍ણવ સમુદાયે હાજરી આપી હતી. આ ફિલ્‍મ  સામે જુનાગઢના શ્રી ગોકુલેશ પુષ્‍ટી વિદ્યાધામ તથા પરીતોષ એમ. ગૌસ્‍વામીએ પણ આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

(1:52 PM IST)