<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

બગસરાના સફાઈ કામદારોના પ્રતિકાત્‍મક ધરણા

પગાર, બોનસ, નવી ભરતી સહિતના પ્રશ્‍નો સાથે પ્રશ્‍નોનું નિરાકરણ ન આવે તો આંદોલન ની તૈયારી

 ( સમીર વિરાણી દ્વારા)  બગસરા,તા.૧૯ : નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા પોતાની માગણીઓ પૂર્ણ ન થતા આજે સફાઈ નો બહિષ્‍કાર કરી પ્રતિકાત્‍મક ધરણા કર્યા હતા. તેમજ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની તૈયારી બતાવી હતી.

 પાલિકા અને સફાઈ કર્મચારીઓ વચ્‍ચે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ ચાલી રホા છે. હાલ વાલ્‍મિકી સમાજના સફાઈ કર્મચારીઓ દ્વારા તારીખ ૧૮ જૂન થી શહેરની સફાઈ બંધ કરી પોતાના પડતર પ્રશ્‍નો જેવા કે દર માસે પગાર કરવા, દિવાળી પર બોનસ આપવું, પાલિકામાં કાયમી સફાઈ કર્મચારીની ભરતી કરવી, ગણવેશ સહાય ચૂકવવી, જેવા અનેક પ્રશ્‍નો સાથે આજે સફાઈ કર્મચારીઓ દ્વારા નગરપાલિકા વિરુદ્ધ પ્રતિકાત્‍મક ઘરણા નો કાર્યક્રમ કર્યો હતો હજુ નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓના પ્રશ્‍નો યોગ્‍ય નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ સફાઈ બંધ રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે નું જણાવવામાં આવ્‍યું છે. આ બાબતે પાલિકા પ્રમુખ જ્‍યોત્‍સનાબેન રીબડીયા ના જણાવ્‍યા અનુસાર તેમના મોટાભાગના પ્રશ્‍નો નું નિરાકરણ લાવી દેવામાં આવેલ છે. નીતિ વિશે પ્રશ્‍નો બાબતે રાજ્‍ય સરકારમાં રજૂઆત કરેલ છે. તેમજ તેમનો પગાર દર માસે ચૂકવી દેવામાં આવે તે માટેના પ્રયત્‍નો સતત શરૂ રાખેલ હોવાનું જણાવ્‍યું હતું.

(1:54 PM IST)