<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

અમરેલી જિલ્લાના ૭ સ્‍થળોઍ તહેવારીયા જુગાર દરોડા ૩૭ : ઝડપાયા

 

અમરેલી,તા.૧૯ : અમરેલી જિલ્લામાં તહેવારીયા જુગાર ઉપર ત્રાટકવા પોલીસ અધિક્ષક  મકરસિંહની સુચનાઅને માર્ગદર્શન નીચે જુદા જુદા ૭ સ્‍થળોઍ જુગારના દરોડા પાડી ૩૭ શખ્‍સોને રોકડ અને ૭ મોબાઈલ મળી કુલ રૂ. ૧,૨૭,૯૪૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં.

દામનગર સીમમાં ધામેલ રોડ સાગર ટ્રેડીંગની પાછળ રાણાભાઈ કાનજીભાઈ નારોલાની વાડીના જાહેર રસ્‍તામાં હાર જીતનો જુગાર રમતા જયસુખ જયંતિભાઇ નિમાવત, મિતેષ હસુભાઈ અગ્રાવત, રાહુલ પોપટભાઈ રાઠોડ, ગોપાલ શાંતિભાઈ અગ્રાવત સહિત ૭ શખ્‍સોને પો. કોન્‍સ. હર્ષદભાઈ ડાભીઍ રોકડ રૂ. ૨૩, ૯૫૦ સાથે ૭ મોબાઇલ રૂ&.૪૦,૦૦૦ મળી કુલ રૂ.૬૩, ૯૫૦ સાથે

સાવરકુંડલા તાલુકાના વિરડી ગામે મેલડી માતાના મંદિર પાસે સુખા ઉકાભાઇ સોટીયા, લાલજી ઓઘડભાઈ સોટીયા, મહેશ રાજુભાઈ નારોલા સહિત ૫ શખ્‍સોને હે.કોન્‍સ. ધર્મેન્‍દ્ર કુમાર નિમાવતે રોકડ રૂ. ૧૦,૩૨૦ સાથે સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે અશ્વિન વેલજીભાઈ વડેચા, વિજય રમેશભાઈ ઉનાવા, મનોજ દેવશીભાઈ ઉનાવા સહિત ત્રણ શખ્‍સોને હે.કોન્‍સ. પિયુષકુમાર ઠાકરે રોકડ રૂ. ૧૧,૭૫૦ સાથે, સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે દિનેશ મધુભાઈ ચુડાસમા કમલેશ ધીરૂભાઈ રાઠોડ, નાગજી વાલજીભાઈ ચુડાસમા, મહેશ કાળુભાઇ માલાણી, રાકેશ રવજીભાઈ મેવલા સહિત ૮ શખ્‍સોને લોક રક્ષક દિપક્‍ભાઈ ખુમાણે રોકડ રૂ. ૧૪,૨૮૦ સાથે

 અમરેલી તાલુકાના કમીગઢ ગામે અતુલ પ્રવિણભાઈ ગોજારીયા, ભાવેશ બાબુભાઈ ગોજારીયા, વિપુલખીમજીભાઈ કાવઠીયા, નિતેષ ખોડાભાઈ આજરા સહિત ૭ શખ્‍સોને લોકરક્ષક વિપુલભાઇ શિયાળે રોકડ રૂા. ૧૫,૦૫૦ સાથે,

અમરેલી તાલુકાના ચાપાથળ ગામની સીમ વિસ્‍તારમાં ઘનશ્‍યામ જીવરાજભાઈ કસવાલાની વાડીના શેઢા પાસે ઘનશ્‍યામ જીવરાજભાઈ કસવાલા, વિનુ જેરામભાઈ ખુંટ, વિપુલબાબુભાઈ પાનસુરીયા સહિત પ શખ્‍સોને પો. કોન્‍સ. લાલજીભાઇ રાઠોડે રોકડ રૂ. ૧૦, ૩૮૦ સાથે, સાવરકુંડલા મફતીયા પરામાં વિપુલ બાલાભાઈ પાટડીયા, સોમા મનાભાઇ સાતરીયાને લોકરક્ષક રાજુભાઈ મોરીએ રોકડ રૂ. ૨૨૧૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં.

અમરેલીમાં મોબાઇલ ચોરાયો

 અમરેલી જેસીંગપરાના પુલ પાસે મુકેશભાઈ બાબુભાઈ પરમાર ઘરેથી હિરાના કારખાને જવા નિકળેલ ત્‍યારે જેસીંગપરાના પુલ પાસે ઓપો કંપનીનો રૂ. ૭ હજારની કિંમતનો મોબાઇલ રસ્‍તામાં પડી જતાં કોઈ ચોરી ગયાની અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધારીમાં ટ્રેક્‍ટરની બેટરી ચોરાઇ 

ધારીઅમરેલી રોડ ઉપર આવેલ મહિન્‍દ્રા ટ્રેકટરના શોરૂમ પાછળ ખુલ્લી જગ્‍યામાં ટ્રેક્‍ટરની સેલફોર્સ કંપનીની બેટરી રૂ. ૪૦૦૦ની કિંમતની કોઇ ચોરી ગયાની પંકજભાઈ હસ્‍તીમલભાઈ જૈને ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:58 PM IST)