<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

પતિ પત્‍ની વચ્‍ચે ઘર ચલાવા પ્રશ્‍ને માથાકુટ ચાલતી હોય બાબરાના ગળકોટડી નજીક બે પરિવારજનો વચ્‍ચે મારામારી

અમરેલી,તા.૧૯ : બાબરા તાલુકાના ગળકોટડી ગામ પાસે ઍસઆર પેટ્રોલ પંપે પારસભાઈ જીવાભાઈ કટારીયા ઉ.વ.૩૦ રહે. કટારીયા નગર ઢસા જંકશન તથા ડિમ્‍પલબેન ભુપતભાઈ ગોલેતર પતિ પવિ થતાં હોય અને તેઓને ઘર ચલાવવા -શ્ર્‌ન માથાકુટ ચાલતી હોય અને પારસભાઈ અશોકલેલન જીજે ૩ બીડબલ્‍યુ ૭૮૪૯માં સિમેન્‍ટના ભુંગળા ભરી ગળકોટડી ગામે ઍસઆર પેટ્રોલ પંપ પાસે માન્‍યતા ઍન્‍ટપ્રાઈઝમાં ખાલી કરવા આવેલ. ત્‍યારે ડિમ્‍પલબેન ભુપતભાઈ ગોલેતર પોતાની મારૂતિ બલેનો ગાડી જીજે ૩૩ ઍફ ૪૭૧૫ લઇને આવી પારસભાઈ તથા તેના મોટાભાઈ સાથે તક્‍ચર કરી ગાળો બોલી ડિમ્‍પલબેન ભુપતભાઈ, કુલદિપ ભુપતભાઈ, બળદેવ ભુપતભાઈ ગોલેતરે લોખંડની પરાઇ વડે શરીરે મારમારી પોતાના ટૂંકમાં મારથી બચવા પારસભાઈ ચડી જતાં કુલદિપ અને બળદેવઍ ઢીકાપાટુનો મારમારતા નાકમાંથી લોહીનિકળેલહોય તેમજ ગરદન ભાગે, જમણાહાથે કાંડાના ભાગે, ડાબા પગે ગોઠણના ભાગે, ડાબા સાથળમાં મુંઢ ઇજાઓ કરી ટ્રકના આગળના બન્ને કાચ તોડી નુક્‍શાન કરી ડિમ્‍પલબેને મારી નાખવાની ધમકી આપી ઍક્‍બીજાઍ મદદગારી ગુનો કર્યાનીબાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષેડિમ્‍પલબેન પારસભાઈ કટારીયાને પારસ જીવાભાઇ કટાવરીયા, પ્રેમસિંહ જીવાભાઈ કટારીયાઍ ગાળો બોલી તકરાર કરી ગાલ ઉપર બે ત્રણ જાપટ મારી ઢીકાપાટુ અને લાકડી વડે મારમારી ધમકી આપી ઍકબીજાઍ મદદગારી કરી ગુનો કર્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 અમરેલીમાં મોબાઇલમાં યુવાનને   હડધુત કરી ધમકી આપી

 અમરેલી મીરા આર્કેડ પહેલો માળ, ઍસબીઆઈ બેન્‍ક સામે, લાઠી તાલુકાના નારાયણ નગરના વસંતભાઈ ડાયાભાઈ ચાવડાને મો. ૭૫૬૭૦૦૪૯૯૨ના મોબાઈલ ધારકે વિજય કાઠી તરીકે ઓળખ આપી ગાળો બોલી જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરી ધમકી આપ્‍યાની અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધારીમાંથી યુવાન ગુમ

 ધારી અજંતા સોસાયટીમાં રહેતાં ધંજયભાઇ જીજ્ઞેશગીરી ગોસાઈ ઉ.વ. ૧૯તા. ૧૭ના બપોરના ઘરેથી કોઈને કホા વગર ગુમ થયાનું પિતા જીજ્ઞેશગીરી ગોસાઈઍ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે. (

(1:56 PM IST)