<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

કચ્છના દરિયામાં ડ્રગ્સની ભરતી અવિરત ચાલુ: આજે વધુ ૧૯ પેકેટ જપ્ત

કુલ ૨૦૧ પેકેટ મળ્યા, કોણે મોકલ્યા? કોણ ડિલિવરી લેવાનું હતું? એ સવાલ ચર્ચામાં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ :  કચ્છના દરિયામાં જાણે ડ્રગ્સની ભરતી ચાલુ હોય એમ ફરી આજે  BSFએ સર્ચ ઓપરેશનમાં ૧૯ પેકેટ ઝડપી પાડયા છે. પેટ્રોલિંગ દરમ્યાન જખૌના દરિયા કિનારેથી ડ્રગ્સના ૧૯ પેકેટો બિનવારસુ જપ્ત કર્યા છે. આથી અગાઉ ગઇકાલે તા.૧૮ ના ના રોજ, જખૌ કિનારે ૨ અલગ અલગ ટાપુઓ પરથી ૨૩ પેકેટ મળી આવ્યા હતા. ગઈકાલ સુધી ૧૮૨ પેકેટ નો આંકડો આજે ૧૯ પેકેટ સાથે બસ્સોને પાર કરી ૨૦૧ ઉપર પહોંચી ગયો છે. અંદાજે એક અબજ (૧૦૦ કરોડ) રૂ.ની ઉપરની કિંમતનો આ જથ્થો કોણે મંગાવ્યો અને કોને આપવાનો હતો એ સવાલ હવે ચર્ચામાં છે.

(3:24 PM IST)