<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

મહારાજ ફિલ્મ ઉપર રોક લગાવવા સાવરકુંડલામાં આવેદન

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા.૧૯ : સાવરકુંડલા ખાતે શ્રી ગોવધઁન નાથજી હવેલી  ના મેનેજીંગ  ટ્રસ્ટી શ્રી મયૂરભાઈ સાગર તથા  શ્રી મહાપ્રભુજી બેઠકજીના વિજયકુમાર વસાણી, રાજુભાઈ શીંગાળા અને વેષ્ણવો દ્વારા મહારાજ ફિલ્મ ઉપર રોક લગાવવા  પ્રાંત અધિકારી અને મામલતદાર ને આવેદન પત્ર  આપેલ છે તેમજ  તા૧૬/૬/૨૪ ના રોજ શ્રી મહાપ્રભુજી બેઠકજીના ગાદીપતી તથા અમરેલી, ચંપારણ ,કાંદીવલી ,સુરતના ગાદીપતી શ્રી દ્રારકેશ લાલજી મહારાજશ્રી તથા શ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રીની આજ્ઞા મુજબ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે મહારાજ પિકચરમાં વૈષ્ણવ સંપ્રદાય તથા વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક શ્રી મહાપ્રભુજી વીશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તથા વૈષ્ણવ ધર્મ વિરુદ્ધ અશ્લીલ ભાષાઓનો ઉપયોગ કરી આ પિકચરમાં કરોડો વૈષ્ણવો તથા અમારા ગુરૂઓ સમાન શ્રી મહાપ્રભુજી ના વંશજો ના હદયની લાગણી ઓ દુભાવેલ છે. 

આ બાબતે  સરકાર  દ્વારા  કાયદાઓ બનાવી દરેક ધર્મની રક્ષા કરવા માટે અને આવી હિન પ્રવૃતિ કરનાર ને કડકમાં કડક સજા થાય અને  આ પિકચર કોઈપણ સંજોગોમાં રીલીઝ ન થાય તેવી   લાગણી ને માગણી વ્યકત કરી હતી  આ તકે શ્રી ગોવધઁનનાથજી હવેલીના શ્રી એ.ડી.રૂપારેલ,  મે.ટ્રસ્ટી મયૂરભાઈ સાગર ,પરેશભાઈ રાજપુરા, જગુભાઈ વાળા, અષ્ટકાંતભાઈ સુચક, સુરેશભાઈ વાવડીયા,પીન્ટુભાઇ વડેરા, કિશોરભાઈ નથવાણી, રશ્મિનભાઈ ગઢીયા તથા ટ્રસ્ટી અને કારોબારી મંડળ, હિતેશભાઈ સરૈયા તથા શ્રી મહાપ્રભુજી બેઠકજી ના વિજયકુમાર વસાણી અને સાવરકુંડલા નાં વૈષ્ણવો મોટી સંખ્યામાં હાજર સાથે રહ્યાં હતાં.

(3:35 PM IST)