તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
'મહારાજ' ફિલ્મમાંથી ધાર્મિક લાગણી દુભાવતા દ્રશ્યો-સંવાદો દુર કરવા જેતપુરમાં આવેદન
પૂ. આશ્રયકુમારજી મહોદયની આગેવાનીમાં જેતપુર સીટી પીઆઇને લેખિતફરીયાદ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૯ :.. પુષ્ટી સંપ્રદાયના વૈશ્ણવોની ધાર્મિક લાગણી દુભાય તેવા દ્રશ્યો - સંવાદો સાથે ઓટીટી પ્લેટફોમ પર આવી રહેલ ફિલ્મ મહારાજ માંથી વાંધાજનક દુર કરવાની અને દુર ન કરે ત્યાં સુધી પ્રતીબંધ મુકવાની માંગ સાથે વૈશ્ણવાચાર્યશ્રીની આગેવાનીમાં ફરીયાદ અપાઇ.
ફિલ્મ કલાકાર આમીરખાનના પુત્ર ઝૂનેદ ખાનની પ્રથમ ફિલ્મ 'મહારાજ' કે જે નેટ ફલીંકસ ઓટીટી પર રજૂ થવાની હોય તેના વિરોધમાં ગઇકાલે સાંજે શહેરની શ્રી પુરૂષોતમધામ હવેલી તેમજ શ્રી વ્રજધામ હવેલી (નવાગઢ) ખાતે બીરાજતા વૈશ્ણવાચાર્ય પૂજય કૃષ્ણકુમારજી મહોદય તથા આકાશકુમારજી મહોદય (કડી-અમદાવાદ) પુષ્ટીધર્મ પ્રચાર યાત્રા પુર્ણ કરી વિદેશથી પરત આવતા ખાન પિતા-પુત્ર દ્વારા ભગવાનશ્રી કૃષ્ણ તથા આચાર્યોને ખરાબ રીતે ચીતરવામાં આવ્યા હોય અને આ ફિલ્મ નેટફલીક પર રજુ થવાની હોય તેનો વિરોધ પ્રદર્શીત કરી પુષ્ટી ધર્મના રક્ષણ માટે શ્રી આશ્રય કુમારજીની આગેવાની હેઠળ ગત રોજ સાંજે વૈશ્ણવોએ બહોળી સંખ્યામાં સીટી પીઆઇ એ. ડી. પરમારને લેખીત ફરીયાદ આપતા રજૂઆત કરેલ કે ભગવાન શ્રી કૃષ્ણ અને વલ્લભાચાર્યના વંશજોને વ્યભીચારી ખોટી રીતે દેખાડયા હોય આ ફિલ્મ સાથે સંકળાયેલ તમામ લોકોએ ઇરાદા પૂર્વક ધાર્મિક લાગણી દુભાવવાનું કૃત્ય હોય આ ફિલ્મ રજૂ ન થવા દેવામાં આવે. જો થશે તો હિન્દુ સમાજ આક્રોશીત થશે. જેથી આ ફિલ્મ રજૂ થતા પહેલા વાંધાજનક દ્રશ્યો - સંવાદો દુર કરવામાં આવે ત્યારબાદ રીલીઝ થવા દેવામાં આવે તેની માંગ કરી હતી.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
