<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

બગસરામાં સફાઈ કામદારોની હડતાલથી ગંદકીના ગંજ : પ્રશ્‍નો ઉકેલવા માંગણી

(સમીર વિરાણી દ્વારા) બગસરા, તા.૨૦: બગસરા નગરપાલિકા અને સફાઈ કર્મચારીઓ વચ્‍ચે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. હાલ વાલ્‍મિકી સમાજના સફાઈ કર્મચારીઓ દ્વારા તારીખ ૧૮ જૂન થી શહેરની સફાઈ બંધ દેવામાં આવી છે ત્‍યારે શહેર  માં ઠેર ઠેર ગંદકી ના ગંજ જામી ગયા છે જેના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે જ્‍યારે આ બાબતે સફાઇ કામદારો દ્વારા પોતાના પડતર ઙ્ક‘ો જેવા કે દર માસે પગાર કરવા, દિવાળી પર બોનસ આપવું, પાલિકામાં કાયમી સફાઈ કર્મચારીની ભરતી કરવી, ગણવેશ સહાય ચૂકવવી, એક દીવસ  રજા ના બદલે ત્રણ દિવસ નો પગાર કાપવામાં આવે છે જે બંધ  કરવું , પગાર વેતન વધારવું , જેવા અનેક ઙ્ક‘ો સાથે આજે સફાઈ કર્મચારીઓ દ્વારા નગરપાલિકા વિરુદ્ધ આજે બીજા દિવસે રેલી યોજી શક્‍તિ ઙ્કદર્શન બતાવ્‍યું હતું હજુ નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓના ઙ્ક‘નો યોગ્‍ય નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ સફાઈ તો બંધ જ રાખી ને આ આંદોલન ને વધું ઉગ્ર સ્‍વરૂપ આપવામાં આવશે તેવું સફાઈ કામદારો ના ઙ્કમુખ હસમુખભાઇ  કુંભાર દ્વારા જણાવવામાં આવ્‍યું છે. જ્‍યારે આજે બીજા દિવસે આ રેલી યોજી શહેર  ના મુખ્‍ય માર્ગો પરથી પસાર થઈ પાલિકા કચેરી ખાતે સફાઈ કામદારો  દ્વારા પાલિકા કચેરી ખાતે ધરણાં કરવામાં આવેલ હતા જ્‍યારે તમામ સફાઈ કામદારો દ્વારા જય ભીમ તેમજ પાલિકા હાય હાય અને ઙ્કમુખ તેમજ ચીફ ઓફિસર ની પણ હાય હાય કરી  નારા સાથે આ રેલી નું આયોજન કરવામાં આવ્‍યું હતું ત્‍યારે પાલિકા ખાતે જવાબદાર અધિકારી હાજર ના હોવાથી સફાઈ કામદારો માં નારાજગી જોવા મળી હતી જ્‍યારે આજે  જીતુભાઈ બારીયા ઓલ ગુજરાત સફાઈ કામદાર ના ના ઙ્કમુખ પણ હજાર રહ્યા હતા.

 આ બાબતે પાલિકા ઙ્કમુખ જ્‍યોત્‍સનાબેન રીબડીયાએ જણાવ્‍યુ હતુ કે, અમોએ સફાઈ કામદારો ને પગાર તેમજ પેન્‍શન ચૂકવી આપેલ છે હવે ફક્‍ત મે માસનું બાકી છે અને બીજી જરૂરી માંગણીને પૂરી કરવા પાલિકા દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જ્‍યારે આ બાબતે પાલિકા દ્વારા કાયમી સફાઈ કર્મચારીને નોટીશ આપવામાં આવેલ છે કે શહેરમાં ગંદકી એ જોર પકડ્‍યું છે ત્‍યારે તમામ કાયમી સફાઈ કામદારો હજાર થઈ જાવ પરંતુ આ નોટીશ ને કર્મચારી ઓ સુધી સફાઈ યુનિયન દ્વારા પહોંચવા દીધી નથી જ્‍યારે પાલિકા દ્વારા નોટીશ માં સ્‍પષ્ટ શબ્‍દો માં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે કે કોઇ પણ સફાઈ કામદારો હજાર નહિ થાય તો સંપૂર્ણ જવાબદારી સફાઈ કામદારોની રહેશે પરંતુ આવી નોટીશ ને પણ સફાઈ કામદારો દ્વારા મચક આપવામાં આવેલ ના હતી અને આંદોલન ચાલુ રાખેલ હતું અને સફાઈ કામગીરી પણ બંધ જ રાખવામાં આવેલ હતી.

(10:50 AM IST)