<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

અસહ્ય બફારોઃ હવે લોકો અકળાયા :સર્વત્ર મેઘરાજાની ચાતક નજરે રાહ

રાજકોટ તા. ર૦ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવત છે. અને આખો દિવસ ધુપ-છાંવવાળુ વાતારવણ છવાયેલું રહે છે. અને અમુક જગ્‍યાએ હળવો ભારે વરસાદ વરસી જાય છે.

જો કે હવે સર્વત્ર સાર્વત્રિક વરસાદની સૌ કોઇ રાહ જોઇ રહ્યા છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી સર્વત્ર અસહ્ય બફારાથી લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૯.પ, મહત્તમ તાપમાન ૩૮.પ, ભેજનું પ્રમાણ ૭૭ ટકા, પવનની ગતિ ૧૪.પ કિ. મી. રહી હતી.

(11:07 AM IST)