<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

કચ્‍છના ચોબારી ગામે રાત્રે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને છરી વડે રહેંસી નાખ્‍યો

 

ભુજ,તા. ૨૦:  કચ્‍છના ભચાઉ તા.ના ચોબારી ગામે રહેતા ૨૨ વર્ષીય યુવાન વિષ્‍ણુ સવજી મણવરની પ્રેમ પ્રકરણમાં હત્‍યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. રાત્રે પરિવારજનો પોતાના ઘેર નીચે આંગણામાં સૂતા હતા અને વિષ્‍ણુ ઉપર ધાબે સુવા ગયો હતો. પરંતુ, વ્‍હેલી સવારે તેની હત્‍યા થઈ હોવાના સમાચાર મળતાં પરિવારજનો આઘાત પામ્‍યા હતા.

મળતક વિષ્‍ણુ મધરાત્રે પોતાની પ્રેમિકા ને મળવા ગયો હતો. જ્‍યાં વિપુલ માદેવા ઢીલા (આહીર) અને તેના પિતા માદેવા ઢીલા બન્ને જોઈ ગયા હતા. વિષ્‍ણુ ને જોઈ ગુસ્‍સે ભરાયેલ પિતા પુત્રએ તેને છરી વડે રહેંસી નાખ્‍યો હતો. દરમ્‍યાન આ ઘટનાએ ચકચાર સર્જી હતી. બનાવની જાણ થતાં જ એક્‍શન માં આવેલ પોલીસે નાસી છૂટેલ પિતા માદેવા ઢીલા અને પુત્ર વિપુલ બન્નેની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:08 AM IST)