તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
રાજકોટ જીલ્લામાં જૂગારના ૭ દરોડાઃ ૩૯ પકડાયા
જસદણના શિવરાજપુરમાં ર પકડાયા, ૬ શખ્સો છનનઃ કેશવાળા ગામે ૮, અમરનગર-ર, ઉપલેટામાં-પ, ઢોલરા ગામે ૮, મોવીયા ગામે ૩ અને કાગવડ ગામે પતા ટીંચતા ૧૦ પકડાયા

રાજકોટ તા. ર૦ :.. જીલ્લામાં જૂગારની મોસમ ખાલી હોય તેમ અલગ અલગ ૭ દરોડોમાં ૩૯ પતાપ્રેમી પોલીસની ઝપટે ચડી ગયા હતાં. જયારે ૬ શખ્સો નાસી છૂટયા હતાં.
પ્રથમ દરોડામાં જસદણ પોલીસે શીવરાજપુર ગામે સોસા. શેરી રેઇડ કરી જૂગાર રમતા (૧) ઘુઘા સામતભાઇ સોસા., ધંધો ખેતી તથા (ર) હાર્દિક પરસોતમભાઇ સોસા, ધંધો મજૂરી રહે. શીવરાજપુરને ઝડપી લીધા હતા જયારે સુરેશ વલ્લભભાઇ સોસા., કુરજી તળશીભાઇ સોસા., મહેશ ઉકડનભાઇ ભરવાડ, પુંજા વાલાભાઇ ભરવાડ, નંદુ ધરમશીભાઇ બાવાજી તથા નાસી છૂટયા હતાં. પોલીસે ૧૧૪૩૦ ની રોકડ કબ્જે કરી નાસી છૂટેલ તમામની શોધખોળ હાથ ધરી છે.
બીજા દરોડામાં સુલતાનપુર પોલીસે કેશવાળા ગામે રાજૂ નરેશભાઇ મકવાણાની કબ્જા ભોગટા વાળી ખેતીની જમીનની ઓરડીમાં રેઇડ કરી જૂગાર રમતા (૧) રાજુ નરેશભાઇ મકવાણા ધંધો ખેતી રહે. કેશવાળા (ર) વજુ ઉર્ફે ભકુભાઇ વલ્લભભાઇ પરમાર ધંધો ખેતી રહે. કેશવાળા, (૩) પૃથ્વીરાજસિંહ રાજેન્દ્રસિંહ સરવૈયા, ધંધો ખેતી રહે. કેશવાળા (૪) મયુર ભુપતભાઇ પરમાર ધંધો ખેતી રહે. કેશવાળા, (પ) આશિષ ભોળાભાઇ પરવાડીયા ધંધો ખેતી રહે. મેતા ખંભાળીયા, (૬) ભરત શંભુભાઇ ધામેચા ધંધો મજૂરી રહે. કેશવાળા, (૭) મુકેશ મનસુખભાઇ પરમાર ધંધો મજૂરી રહે. કેશવાળા તથા (૮) અરવિંદ સોમાભાઇ ધામેચા ધંધો ખેતી રહે. કેશવાળા તા. ગોંડલ ને રોકડા રૂા. પ૩,૩૭૦ તથા ત્રણ બાઇક મળી કુલ રૂા. ૧,૦૩,૩૭૦ મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
ત્રીજા દરોડોમાં જેતપુર તાલુકા પોલીસે અમરનગર ગામે સરકારી દવાખાના સામે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) રાજેશ ધીરૂભાઇ વાઘેલા તથા (ર) વિપુલ બાબુભાઇ મકવાણા રહે. બન્ને અમરનગર ગામને રોકડા રૂા. ૧રર૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
ચોથા દરોડોમાં ઉપલેટા પોલીસે આરોપી (૧) જગદીશ રામદેભાઇ કરંગીયા ધંધો ખેતી રહે. ઉપલેટા, કૈલાશનગરની વાડીના મકાનમાં રેઇડ કરી જૂગાર રમતા વાડી માલીક (૧) જગદીશ, (ર) રામજી ઉર્ફે રામદે ગોગનભાઇ ભોગેશસર ધંધો ખેતી રહે. અમરગામ વાડી વિસ્તાર તા. કુતીયાણા (૩) રમેશ લક્ષ્મણભાઇ જોગ ધંધો પ્રા. નોકરી રહે. ઉપલેટા, કૈલાશનગર, (૪) ચના દેવાભાઇ બામણીયા ધંધો ખેતી રહે. અમરગામ નવાપર તા. કુતીયાણા તથા (પ) રાજુ સામતભાઇ ઓડેદરા ધંધો ખેતી રહે. ભડગામ પ્લોટ વિસ્તર તા. જી. પોરબંદર, ને રોકડા રૂા. ૧,૦૩,૩૩૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
પાંચમાં દરોડામાં શાપર-વેરાવળ પોલીસે ઢોલરા, ગામની સીમ ભોણનો માર્ગ ભરત નાનજીભાઇની વાડીએ રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) રાહુલ ધીરજભાઇ કોટડીયા ધંધો વેપાર રહે. મવડી બાપા સીતારામ ચોક, શ્રીહરી સોસા., રાજકોટ, (ર) પારશ ધીરૂભાઇ ભાલાળા, ધંધો પ્રા. નોકરી રહે. મહાપુજા ધામ, બાલાજી હોલ, સરદારનગર, રાજકોટ (૩) જાદવ ગોપાલભાઇ ગોંડલીયા ધંધો ખેતી રહે. ઢોલરા ગામ, (૪) અંકીત શંભુભાઇ સાંકળીયા ધંધો વેપાર રહે. એ. ૧૩૦ર તપન હાઇટસ ૮૦ ફુટ રોડ, રાજકોટ (પ) ધરમશી ખોડાભાઇ પુંજાણી ધંધો ખેતી રહે. ઢોલરા, (૬) ભરત નાજીભાઇ પુંજાણી ધંધો ખેતી રહે. ઢોલરા ગામ (૭) વિનુ મોહનભાઇ પુંજાણી ધંધો પ્રા. નોકરી રહે. અંબીકા ટાઉનશીપ, જીવરાજ પાર્ક, રાજકોટ ને રોકડા રૂા. ૧.૮૭ લાખ, ૮ મોબાઇલ તથ બે ફોર વ્હીલ મળી કુલ રૂા. ૧૦.ર૭ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.
છઠાઠ દરોડામાં ગોંડલ તાલુકા પોલીસે મોવીયા ગામેથી ઘોઘાવદર જવાના કાચા રસ્તે રેઇડ કરી ઝાડ નીચે જૂગાર રમતા (૧) હરેશ નરેન્દ્ર ભાલાળા ધંધો ખેતી રહે. કંટોલીયા પરા મોવીયા ગામ (ર) પ્રવિણ જીવરાજભાઇ કાછડીયા ધંધો મજૂરી રહે. નાના માંડવા, તથા (૩) ગુલાબ પીરભાઇ સમા ધંધો ખેતી રહે. સરપંચ વાળી શેરી બંધીયા ગામ તા. ગોંડલ ને રોકડા રૂા. ૬૦૬૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
સાતમાં દરોડામાં જેતપુરના પ્રતિનિધિ કેતન ઓઝાના અહેવાલ મુજબ વીરપુર પોલીસ ગત રોજ પેટ્રોલીંગમાં હતી ત્યારે કાગવડ પાસે ભંડારીયા ગામ જવાના રસ્તે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેના એક ફાર્મ હાઉસમાં કેટલાક શખ્સો જૂગાર રમતા હોવાની મળેલ. માહિતીના આધારે પોલીસે છાપો કારતા અરવિંદ પરબતભચાઇ ડોબરીયા, હરેશ રતિભાઇ પીઠીયા, અનિલ કડવાભાઇ ટીલાળા, ખોડા હકાભાઇ ચાવડીયા, કિશોર પરબતભાઇ ડોબરીયા, જગદીશ હીરાભાઇ ઠુમર રહે. તમામ કાગવડ તેમજ રામજી ચનાભાઇ કંડોલીયા રહે. નવાગામ તા. ગોંડલ અને અલ્પેશ રામજીભાઇ વેકરીયા, સંજયભાઇ ગોવિંદભાઇ નંદાણીયા તેમજ મનિષ બાબુભાઇ ધામેલીયા રહે. ત્રણેય જેતપુર વાળાઓને રોકડ રૂા. પ૧,ર૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
