News of Thursday, 20th June 2024
જામનગર રણજીતસાગર પાસે ધાર્મિક બાંધકામનું ડીમોલેશન
સરકારી તંત્ર દ્વારા સરકારી ખરાબાની અંદાજીત ૧૨ થી ૧૫ હજાર ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાવાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: જામનગરના રણજીત સાગર નજીક આવેલ સરકારી ખરાબાની અંદાજિત ૧૨ થી ૧૫ હજાર ચોરસ ફુટ જગ્યામાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી રહે ડીમોલેશન કરવામાં આવ્યું છે.
મોખાણાથી હર્ષદપુર જતા રોડ પર રણજીતસાગર ડેમના કાંઠે પંજુપીરની દરગાહ તરીકે થયેલા સરકારી ખરાબા ની જગ્યામાં થયેલા ગેરકાયદેસર આ બાંધકામને બુધવારે મોડી સાંજે સૂર્યાસ્ત પહેલા જ તોડી પાડવામાં આવ્યું છે. જાણવા મળતી વિગત અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦૦ થી ૧૫૦ જેટલા પોલીસના કાફલા સાથે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ખાસ એક્શન પ્લાન સાથે ગેરકાયદે ધાર્મિક બાંધકામને તોડી પડાયું છે. અને રણજીતસાગર ડેમ આસપાસ થતી દબાણની પ્રવળત્તિને અટકાવવા વધુ એક વાર ડિમોલેશન કરવામાં આવ્યું છે.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
