<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th June 2024

યોગ ભગાડે રોગ...: કાલે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી

જીલ્લા, તાલુકા મથકો તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં શાળા, કોલેજોમાં સામુહીક યોગના કાર્યક્રમોમાં સૌ કોઇ જોડાશે

અમરેલીઃ તસ્‍વીરમાં અમરેલી જીલ્લા કલેકટર અજય દહીયાની અધ્‍યક્ષતામાં પત્રકાર પરીષદ યોજાઇ હતી. (તસ્‍વીરઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

રાજકોટ, તા., ૨૦: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે તા.ર૧ જુનને શુક્રવારે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ભવ્‍યતાથી ઉજવણી કરવામાં આવશે.

કાલે જીલ્લા, તાલુકા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં શાળા, કોલેજોમાં સામુહીક યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

અમરેલી

 (અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ આંતરાષ્‍ટ્રીય યોગ દિવસ-૨૦૨૪ના ઉપલક્ષમાં સમગ્ર રાજ્‍યમાં યોગ અભ્‍યાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. રાજ્‍ય સરકારના રમતમગત,  યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગના નેજા હેઠળ બનાસકાંઠાના સરહદી વિસ્‍તારના નડા બેટમાં રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં વિધાનસભાના અધ્‍યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગળહરાજ્‍ય મંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્‍થિતિમાં રાજ્‍યકક્ષાનો કાર્યક્રમ યોજાશે.

જિલ્લા કલેકટરશ્રીએ, જિલ્લામાં યોજનારા કાર્યક્રમોમાં અમરેલીની યોગપ્રેમી વધમાં વધુ સંખ્‍યામાં નાગરિકોને યોગ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી હતી. અમરેલીમાં જિલ્લા મથકે પોલીસ પરેડ મેદાન અમરેલીમાં અને બાકી તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાના સંયુક્‍ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમ નાગરિકો અને સંસ્‍થાઓ પણ પોતાના સ્‍તરે યોગ દિવસ કાર્યક્રમનું આયોજન કરી આ કાર્યક્રમમાં સહભાગી થઇ શકે છે. 

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનો પ્રારંભ તમામ સ્‍થળો પર સવારે ૬.૦૦ કલાકથી થશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્‍થાઓ, નાગરિકો, સરકારના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ કર્મયોગીઓ, ખેડૂતો, મહિલાઓ યુવાનો બહોળી સંખ્‍યામાં જોડાય તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાના કાર્યક્રમો, અમરેલી તાલુકા અને નગરપાલિકાનો સંયુક્‍ત કાર્યક્રમ શાષાીશ્રી ધર્મજીવનદાસ સ્‍વામિનારાયણ ગુરુકુળ તરવડા, ધારી - શ્રી જી.એન. દામાણી હાઈસ્‍કુલ, ચલાલા નગરપાલિકા- ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલય ચલાલા, ખાંભા- શ્રી જે.એન. મહેતા હાઈસ્‍કુલ, રાજુલા નગરપાલિકા-તાલુકો- શ્રી જે.એન. સંઘવી હાઈસ્‍કુલ, જાફરબાદ નગરપાલિકા-તાલુકો- શ્રી પારેખ એન. મહેતા હાઇસ્‍કુલ, સાવરકુંડલા નગરપાલિકા-તાલુકો ઓપન એર થિએટર, જનતા બાગની બાજુમાં સાવરકુંડલા, લીલીયા- તાલુકા પંચાયત કચેરી, બગસરા નગરપાલિકા-તાલુકો- શ્રી રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હાઇસ્‍કુલ,  કુંકાવાવ-વડીયા- શ્રી સુરગવાળા સાર્વજનિક હાઇર સેકન્‍ડરી વડીયા,  લાઠી નગરપાલિકા-તાલુકો- તાલુકા પે સેન્‍ટર શાળા, દામનગર નગરપાલિકા- શ્રી એમ.સી. મહેતા હાઇસ્‍કુલ, બાબરા નગરપાલિકા-તાલુકો- નમો વડ વન, મેલડી માતાના મંદિર પાસે યોજાશે.

આ પ્રેસ કોન્‍ફરન્‍સમાં નિવાસી અધિક કલેક્‍ટર દિલિપસિંહ ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી અને પત્રકારશ્રીઓ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

ઉપલેટા

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટાઃ ભારત અને ગુજરાત સરકાર દ્વારા તા.ર૧ને શુક્રવારે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે તે બાબતે જીલ્લા પ્રશાસન દ્વારા જીલ્લા કક્ષાની ઉજવણીનું આયોજન ઉપલેટા મુકામે નક્કી કરવામાં આવેલ છે. તા. ર૧ જુલાઇના શુક્રવારે સવારે છ વાગ્‍યે ટાવરવાળી તાલુકા શાળાના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોગ શિબિરમાં શહેર અને તાલુકાની જનતાને પધારવા તાલુકા પ્રશાસન દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવેલ છે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : દર વર્ષે ૨૧ જૂન ના રોજ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. ત્‍યારે ૨૧/૬/૨૦૨૪ ના રોજ મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્‍ય, શાળા-કોલેજો અને સંસ્‍થાઓ વગેરે કેન્‍દ્ર પર ‘સ્‍વયં અને સમાજ માટે યોગ' થીમ અંતર્ગત આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવાનું રાજ્‍ય સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જે અંર્તગત જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ ઉપરકોટ કિલ્લો જૂનાગઢ અને જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બહાઉદ્દિન કોલેજ જૂનાગઢ ખાતે તા.૨૧ જૂનના રોજ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ એ વૈશ્વિક ઉજવણી છે, જે શારીરિક અને માનસિક પ્રોત્‍સાહન આપવા માટે યોગના મહત્‍વ પર ભાર મૂકે છે. જેથી જૂનાગઢના દરેક નાગરીકો આ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસમાં જોડાઈ શારીરિક તેમજ માનસિક સ્‍વાસ્‍થયને મજબૂત બનાવે તે હેતુથી જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા એક અખબારી યાદીમાં નિમંત્રણ પાઠવવામાં આવે છે.

જસદણ

(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ : આગામી તા.૨૧ જુન ને શુક્રવારના રોજ ૧૦મો આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે ત્‍યારે જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર ભાજપ યુવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ તમામ જસદણવાસીઓને આ દિવસની શુભેચ્‍છા અને શુભકામના પાઠવી હતી. એમણે જણાવ્‍યું હતું કે આંતરરાષ્‍ટ્રિય યોગ દિવસનો શ્રેય દેશના ડાયનેમિક વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના શીરે જાય છે. ૧૦ વર્ષ પહેલાં એમનાં નેતળત્‍વમાં આ દિવસનો ખાસ પ્રસ્‍તાવ એમનાં તરફથી મુકવામાં આવ્‍યો હતો યોગ એ  આપણાં દેશની પ્રાચીન પરંપરાની અમુલ્‍ય ભેટ છે. જે આપણાં સ્‍વાસ્‍થ્‍ય અને સુખાકારી માટે મૂલ્‍યવાન છે. ત્‍યારે દેશમાં યોગ પ્રત્‍યે જાગળતિ ફેલાવનારા નરેન્‍દ્રભાઈ મોદીને પણ આ માટે શાબાશી દેવી ઘટે એમ અંતમાં જણાવ્‍યું હતું.

(12:03 PM IST)