તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
પ્રેમ એ આપવાની ક્રિયા... જો કોઇ તમારી પાસેથી અપેક્ષા રાખતુ હોય તો ચેતી જજો, એ પ્રેમ નથી
કચ્છના મુંદરામાં દીકરીઓની સ્વતંત્રતા અને સ્વરક્ષણ અંગે તાલીમઃ છાયા ગઢવી, દમયંતી બારોટ, દેવલ ગઢવી સહિતના ઉપસ્થિત મહિલાઓને સ્વરક્ષણ કાર્યક્રમમાં ઉપસ્થિત દીકરીઓ અને ઇન્સેટમાં છોડને જળ આપીને કાર્યક્રમનો આરંભ

મુંદરા તા. ર૦ :.. મુંદરા મધ્યે સ્વતંત્રતા અને સ્વરક્ષા એટલે ઈચ્છા અનુસાર જીવન જીવવાની અને જાતને સલામત - રાખવાની ક્ષમતા અંગેનો - અદાણી ફાઉન્ડેશનના સહેલી ગ્રુપ અને એમ. એસ. ડબલ્યુમાં અભ્યાસ કરતી દીકરીઓના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો.
જેનો મુખ્ય ઉદ્દેશ કિશોર અવસ્થામાં થતા આકર્ષશરૂપી પ્રણય સંબંધમાંથી પોતાની જાતને કેવી રીતે રક્ષણ કરી શકાય એ હતો. આ આકર્ષણ શું ખરો પ્રેમ છે તે સ્પષ્ટ કરતા આ કાર્યક્રમમાં આશરે ૧૦૦ જેટલી દીકરીઓ અને સાથે જાગળત માતાઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે કચ્છ જિલ્લા મહિલા મોરચાના પ્રભારી છાયાબેન ગઢવી, નિવળત્ત નાયબ ક્લેક્ટર દમયંતીબેને બારોટ, અદાણી ફાઉન્ડેશનના સહેલી ગ્રુપ તથા વૂમન એમ્પાવરમેન્ટના પ્રોજેક્ટ ઓફિસર દેવલબેન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત વળક્ષ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી, જેમાં અતિથિ વિશેષ દ્વારા વળક્ષને જળ આપી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે દેવલબેને દીકરીઓને સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. દમયંતીબેને દીકરીઓને આધુનિક વિચારો અંગે સમજાવતા કહ્યું હતું કે, પヘમિી પ્રકારના વષાો પહેરવાથી જ આપણે આધુનિક છીએ એવું જરૂરી નથી.
આપણા વિચારો આધુનિક હોવા જોઈએ. દીકરીઓને કઈ રીતે સલામત એવું જોઈએ? તથા પ્રેમ એ શું છે? પ્રેમ આપવા માટે છે, પ્રેમ કયારેય અપેક્ષા કે માગણી કરતું નથી. પ્રેમની સાચી પરિભાષા સમજાવી હતી. પોતાના ક્તવ્યમાં જણાવ્યું હતું કે, પ્રેમ એ આપવાની ક્રિયા છે માટે જો કોઈ તમારી પાસેથી અપેક્ષા રાખતું હોય તો ચેતી જજો એ પ્રેમ નથી. છાયાબેન ગઢવીએ દીકરીઓના ઉત્કર્ષ માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે મુંદરામાં નિઃશુલ્ક રીતે ચાલતી દુર્ગાવાહિનીના સદસ્ય સરોજબેન પાટીદાર દ્વારા દીકરીઓને સેલ્ફ ડિફેન્સના ખ્યાલથી નિઃશુલ્ક ચાલતા દુર્ગાવાહિનીના લાઠી દાવ જુડો અને કરાટેના વર્ગમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમની જહેમત એમ.એસ. ડબલ્યુમાં અભ્યાસ કરતી એવી દીકરીઓ હિમાની પટેલ અને હેમલતા પ્રસાદ તેમજ યુવાઓના માર્ગદ્રષ્ટા હરિભાઈ ગઢવીનાં માર્ગદર્શન હેઠળ ઉઠાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નગરપાલિકાના કાઉન્સિલરોએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન મેં કોમલબેન સોની દ્વારા કરવામાં આવ્યું હતું.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
