તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
"મહારાજ" ફિલ્મનો ધ્રોલમા ઉગ્ર વિરોધ
ધ્રોલ હિન્દુસેના, વૈષ્ણવ સમાજ દ્રારા નાયબ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત : ફિલ્મ રિલીઝ ન કરવાની માંગણી : ગોવર્ધનનાથજીની હવેલીથી બાઈક રેલીનું જુદા-જુદા વિસ્તારોમાં પરિભ્રમણ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૦ : ધ્રોલ ખાતે હિન્દુ સેના તથા પુષ્ટી માર્ગીય વૈષ્ણવ સમાજ દ્વારા યશરાજ ફિલ્મ દ્વારા બનાવવામાં આવેલા "મહારાજ" ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યશ્રીઓ તેમજ જગતનાનાથ ભગવાન શ્રીકૃષ્ણને આપત્તિજનક ચારિત્ર દર્શાવવામાં આવેલા છે.
તે ફિલ્મ તમામ ઓ.ટી.ટી પ્લેટફોર્મ પર તેમજ મોટા પડદા પર રિલીઝ ન થાય તેના માટે ધ્રોલ શહેરની શ્રી ગોવર્ધનનાથજીની હવેલીથી રાજ્ય માર્ગો પરથી ફરીને ધ્રોલ મામલતદાર કચેરી સુધી બાઈક રેલી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આતકે મોટી સંખ્યામા ભાઈઓએહાજરી આપી હતી.તેમ યાદીમાં જણાવ્યું હતું.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
