News of Thursday, 20th June 2024
રણમલ તળાવ ભાગ ૨ અને ૩ના પુનરુત્થાન અને કાયાકલ્પ પ્રોજેકટની મુખ્ય લાક્ષણિકતાઓ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૦: અહીં રમણલ તળવાની મુલાકાતીઓને વિવિધ સુવિધાઓની એક્સેસ હશે, જેમાં પ્રવેશ પ્લાઝા સાથેના ચાર પ્રવેશદ્વાર અને પાર્કિંગની સુવિધા, ભાડાની સાઇકલ, વોકિંગ ટ્રેક, સાઇકલ ટ્રેક, ચોતરફ ફરતે પ્લાન્ટર્સ અને સાથે બેસવાની જગ્યાઓનો સમાવેશ થાય છે.
એક પક્ષી અર્થઘટન કેન્દ્ર બનાવવામાં આવશે, જે મુલાકાતીઓને અહીં જોવા મળતી વિવિધ પક્ષીઓની પ્રજાતિઓની સમજ અને તેના માટે જાણકારી વધારશે. તે શૈક્ષણિક અને ઇન્ટરેક્ટિવ હબ તરીકે પણ સેવા આપશે. આ કેન્દ્ર તળાવના પુનરુત્થાન પ્રોજેક્ટનો મુખ્ય હાર્દ બનશે.
દૂરબીન અને ટેલિસ્કોપથી સજ્જ વોચટાવર પ્લેટફોર્મ્સ સ્કિમર, એવોસેટ, એશિયન ડોવિચર, સ્પૂનબિલ, ડેમોઇસેલ ક્રેન, ફાલ્કન ગ્રે હેરોન, લેસર ફલેમિંગો, લાફિંગ ડવ, લિટલ સ્વિફટ, સેન્ડગ્રોઝ જેવા સ્થળાંતર કરનારા પક્ષીઓના નજીકના દૃશ્યો પક્ષી પ્રેમીઓને પ્રદાન કરશે.
હયાત રીટેઈનિંગ વોલ પર પગપાળા બ્રિજ ડેક, બાળકો માટે ઇન્ડોર અને આઉટડોર રમતગમતની જગ્યાઓ, બેસવા માટે મહૂલીઓ, ખાણીપીણીની અનૌપચારિક જગ્યાઓ સાથે ફૂડ કિઓસ્ક અને લોકોને બેસવા માટે એક નાનું એમ્ફી થિયેટર પણ હશેકેન્જેન વોટર એટીએમ, સાથે જરૂરી શૌચાલયની સુવિધા અને પીવાના પાણી જેવી આવશ્યક સુવિધાઓ પણ ત્યાં ઉપલબ્ધ રહેશે.
તેમાં સોલાર લાઇટ, સાઉન્ડ સિસ્ટમ, સીસીટીવી કેમેરા, કચરાપેટી, કમ્પાઉન્ડ વોલ, લેકફ્રન્ટ રેલિંગ અને બેન્ચનો સમાવેશ થશે.
તળાવની ફરતે ઢાળ પર પથ્થરથી ગૂંથયેલો પાળો અને તેની ફરતે બીમથી ટકાઉ અને મજબૂત પાળાનું નિર્માણ થશે.
તળાવની સુંદરતા વધારવા માટે હર્બલ, એરોમેટિક અને બટરફલાય ગાર્ડન્સના સોફટ લેન્ડસ્કેપ પેચ રણમલ તળાવના કાયાકલ્પ પ્રોજેક્ટમાં અનેરો ભાગ ભજવશે, જે કાયમી એટલે કે સવાર થી સાંજ સુધી ઉપયોગ માં લઈ શકે તેવી સતત લોકોની અવરજવર થી સજ્જ એક ગતિશીલ શહેરી જગ્યા બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે. આ બગીચા કુદરતી સૌંદર્ય, શૈક્ષણિક મૂલ્ય અને સુખાકારીના લાભોનું અનોખું મિશ્રણ પ્રદાન કરશે, જે તેને એક લોકભોગ્ય સંપત્તિ બનાવશે.
એરોમેટિક ગાર્ડન માં પરિજાત, નાગલિંગમ જેવા ઝાડ તથા રોઝમેરી, ગેરનીયમ, લેમન ગ્રાસ, સાલ્વિયા જેવા અનેક છોડવાઓ ઊગડવામાં આવશે.
બટરફલાય ગાર્ડન માં આસોપાલવ, કદંબ, સુલતાન ચંપા, સદાદ, બહેડા વગેરે ઝાડ તથા સાહુડી કૂલ, અર્કા, કંથર, ચંગરે, માલતી, કરેણ, સર્પીન જેવા અનેક છોડવાઓ ઊગડવામાં આવશે.
હર્બલ ગાર્ડન માં તુલસી, અશ્વગંદાં, એલોવીર, સર્પગંધા, મીઠી તુલસી, તિલક તુલસી, ફૂદીનો, વાસા જેવા અનેક છોડવાઓ ઊગડવામાં આવશે.
ફૂલોના બગીચા માં જાસ્મીન, સેવંતી, મેરીગોલ્ડ, ગુલાબ, બોગનવેલ, રુગ્મિની, ડેઝી, પ્રિવિનકલ વગેરે જેવા અનેક છોડવાઓ ઊગડવામાં આવશે.
તળાવની મધ્યમાં એક ટેકરો છે જે યાયાવર પક્ષીઓની મોટી વસાહતોને મદદરૂપ બનશે, જે જૈવવિવિધતા અને ઇકોસિસ્ટમના પ્રમાણમાં નોંધપાત્ર યોગદાન આપશે.
પક્ષીની ખાદ્ય સાંકળ માટે લીલો પદો ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ છે, જેનો અહી સમાવેશ કર્યો છે.
ઉદ્યાનો અથવા સામુદાયિક કેન્દ્રોમાં યોગ અને ધ્યાનની જગ્યાઓ વ્યક્તિઓને માઇન્ડફુલનેસનો અભ્યાસ કરવા અને તેમની સુખાકારી વધારવા માટે શાંત વાતાવરણ પ્રદાન કરશે.
તળાવ ફરતે લોકો માટે વાહન વ્યવહારની સુચારું વ્યવસ્થા અને સુગમતા માટે તળાવ ૧ અને ૨ વચ્ચે ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા બીજા રોડની લેનનું નિર્માણ તથા જૂની RTO ઓફિસ પાસેથી સાત રસ્તાને જોડતા ટુ લેન રોડનું નિર્માણ પણ આ પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવાયું છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
